ભગવાન શ્રીકૃષ્ણ એ પાંડવોને સમજાવ્યું મહાન બર્બરિકનું રહસ્ય……..(ભાગ- 2)

ભગવાન શ્રીકૃષ્ણ અને મહાન બર્બરિક ( ભાગ – 2).

આપ સૌના પ્યાર થકી અમને મહાન બર્બરીકના (ભાગ – ૧ ) ને ખુબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. તેથી અમે આ કથાનો અંતિમ ભાગ  ભગવાન શ્રીકૃષ્ણ અને મહાન બર્બરિકની વાત આપની સમક્ષ રજુ કરી રહ્યા છીએ… જો તમેં ભાગ-૧ હજુ સુધી નથી વાંચ્યો તો અહી ક્લિક કરી વાંચી શકો છો Part 1

બહુ જ પ્રભાવશાળી આ વાત તમે પૂરી વાંચજો અને સમજજો એટલે તમને ભગવાન શ્રીકૃષ્ણની લીલા તથા મહાન બર્બરિકની અજેય પ્રતિજ્ઞા વિશે જાણવા મળશે, જે પ્રતિજ્ઞા કદાચ તમે નહિ જનતા હોય….. જો આ વાંચ્યા પછી યોગ્ય લાગે તો બીજાને આ વાત જરૂર શેર કરજો, કેમ કે, ખબર નહિ પણ આજે આપણે મહાન ભાગવત ગીતા દિવસે ને દિવસે ભૂલતા જઈએ છીએ. જે આપના જીવનનો આધાર છે, અને આજની નવી પેઢીને આ કથા વિશે જ્ઞાન થાય એ હેતુ થી આ કથા તેમના સુધી જરૂર પહોચાડજો….જય શ્રીકૃષ્ણ.

મિત્રો આપણે ભગવાન શ્રીકૃષ્ણ અને બર્બરિકના લેખમાં આપણે એ જોવાનું હતું કે,  શા માટે ભગવાન શ્રીકૃષ્ણએ બર્બરિકનું મસ્તક ધડથી અલગ કરી દે છે અને તેની પાછળ કયું રહસ્ય જોડાયેલું છે. અને શા માટે બર્બરિકના કાપેલા મસ્તકને એક પહાડની ટોચ ઉપર રાખી દેવામાં આવે છે? જ્યારે તેને પૂછવામાં આવે છે કે મહાભારતના યુદ્ધનો સૌથી શ્રેષ્ઠ યોદ્ધા કોણ હતો ત્યારે બર્બરિક ક્યાં યોદ્ધાને સૌથી શ્રેષ્ઠ કહે છે ?

 આ ત્રણ પ્રશ્નોના જવાબ આપણે આ આર્ટિકલમાં મેળવીશું.

હવે વાત ત્યાંથી શરૂ થાય છે કે જ્યારે મહાભારતના યુદ્ધનો આરંભ થવાનો હતો.  ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ અને અન્ય પાંડવો તેમજ કૌરવો યુદ્ધની રણનીતી બનાવતા હતા. ત્યારે અન્ય લોકોને પણ આ મહાયુધ્ધની જાણ કરવામાં આવી હતી જેથી તે યુદ્ધમાં ભાગ લઇ શકે અને પોતપોતાના પરાક્રમ દેખાડી શકે.  આ વાતની જાણ ભીમના પૌત્ર તેમજ ઘટોત્કચના પુત્ર બર્બરિકને પણ જાણ થઇ. આ વાત સાંભળીને બર્બરિક પોતાના દિવ્ય શસ્ત્રો તેમજ પોતાની દાદી માતા હિડિમ્બાના આશીર્વાદ લઈને મહાભારતના યુદ્ધમાં ભાગ લેવા માટે ઘરેથી નિકળ્યો. આ વાતની જાણ જ્યારે બર્બરિકને થઈ ત્યારે તેની પાસે ત્રણ દિવ્ય તીર હતા આ ત્રણ તીર વડે તે કોઈપણ નો સંહાર કરી શકતો હતો.

જ્યાં સુધી બર્બરિકના હાથમાં શસ્ત્ર હોય ત્યાં સુધી તેને કોઈ પરાસ્ત ન કરી શકે તેવું વરદાન તેની પાસે હતું . આ વાતની જાણ ભગવાન શ્રીકૃષ્ણને થઈ કે બર્બરીક મહાભારતના યુદ્ધમાં ભાગ લેવા માટે ઘરેથી નીકળી ગયો છે. ત્યારે તે બહુ ખુશ ના થયા પણ જ્યારે બર્બરિક આવ્યો તેવી જાણ પાંડવોને થઇ તો તે ખુશ થયા અને બર્બરિકને આવકાર આપ્યો.

કારણકે પાંડવોને એમ હતું કે બર્બરિક તેની તરફથી યુદ્ધ કરશે.

પણ ભગવાન શ્રીકૃષ્ણને ખબર હતી કે બર્બરિક પોતે એક વચનથી બંધાયેલો હતો. બર્બરિક પોતે એ વચનનો બંધાયેલો હતો કે જે પક્ષ નબળો હોય તેના તરફથી જ તે યુદ્ધ કરતો હતો. જો એક તરફ નબળો પક્ષે પાંડવો છે એટલા માટે તે પાંડવો તરફથી યુદ્ધ કરે છે જ્યારે નબળો પક્ષ કૌરવોનો થઈ જશે ત્યારે તે કૌરવો તરફથી યુદ્ધ કરશે આમ આવી રીતે જ યુદ્ધ ચાલ્યા કરશે. અને બર્બરિક ઘડીભર પાંડવો તરફથી યુદ્ધ કરે ઘડીભર કૌરવો તરફથી યુદ્ધ કરે તો પરિણામ એવું આવે કે બંને તરફના યોદ્ધાઓ મૃત્યુ પામે અને છેવટે બર્બરિક પોતે એક જ જીવતો રહે.

ભગવાન શ્રીકૃષ્ણને આવનારા સમયની જાણ હતી તેથી એક વખત તે પોતે બ્રાહ્મણનો વેશ ધરીને બર્બરીકની પાસે જાય છે અને ત્યારબાદ તે બર્બરિક સાથે વાત કરતાં કરતાં તે બર્બરિક પણ ઓળખી બતાવે છે કે, તમે ભીમના પૌત્ર અને ઘટોત્કચના પુત્ર છો. તેથી બર્બરિક નવાઈ પામે છે અને તેમની સાથે વાત પણ કરે છે આમ છતાં ભગવાન શ્રીકૃષ્ણ વાતવાતમાં તેને તેની શક્તિ વિશેના રાજ પણ પૂછી લે છે. અને બર્બરિક ભગવાન શ્રીકૃષ્ણને એમ કહે છે કે મારી પાસે 3 દિવ્ય શસ્ત્ર છે. અને આનાથી હું મહાભારત નું યુદ્ધ પોતે એકલો જ જીતી શકું છું.

આ સાંભળી ભગવાન શ્રીકૃષ્ણએ બ્રાહ્મણ વેશમાં કહ્યું તેના મને નથી લાગતું કે તમે આમ કરી શકો, કેમ કે મહાભારતના યુદ્ધમાં મોટા મોટા મહારથીઓ ભાગ લઇ રહ્યા છે. આ સાંભળી બર્બરિકએ પોતાની શક્તિનું પ્રદર્શન બ્રાહ્મણ દેવતા એટલેકે શ્રી કૃષ્ણની સામે બતાવવાનું નક્કી કર્યું. તેમણે ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું કે તમને સામે એક ઝાડ દેખાય છે દેખાય છે. તેમાં કેટલા પાન છે?

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હૈ મહાન બર્બરિક વૃક્ષ ઉપર તો અસંખ્ય પાન છે. તો બર્બરિક કહે છે કે મારા એક જ તીર વડે બધા પાંદડામાં હું છેદ કરી દઉં તો તમે મારી શક્તિનો અંદાજ આવશે. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ પોતે એ વૃક્ષનું એક પાન પોતાના પગ નીચે દબાવી દીધું હતું. બર્બરિકે  પોતાનું એક દિવ્ય વસ્ત્ર કાઢી વૃક્ષ તરફ છોડ્યું. અને જોતજોતામાં વૃક્ષના બધા પાંદડા તેમણે તેના દિવ્ય શસ્ત્ર વડે  છેદ કરી બતાવ્યો અને પછી તે તીર ભગવાન શ્રીકૃષ્ણ પગ પાસે જઈને અટકી ગયું.

જોઈએ ભગવાન શ્રીકૃષ્ણ પણ અચંબિત થઈ ગયા અને હવે તેમને પણ લાગ્યું કે બર્બરિક કેટલો મહાન યોદ્ધો છે. પછી ભગવાન શ્રીકૃષ્ણ બર્બરિકને પોતાનું અસલી સ્વરૂપ બતાવે કેમ કે, તે હવે બર્બરિકને સમજાવવા માગતા હતા કે તારો જે નિર્ણય છે કે તે નબળો પક્ષ હોય કે તરફથી જ લડવાનો તો એ નિર્ણય તુ છોડી દે, અને ધર્મની તરફથી યુદ્ધ કર કેમકે આ યુદ્ધ ધર્મ અને અધર્મનું  છે.

નબળા પક્ષ કે મજબુત પક્ષનું નથી. કેમકે પાંડવો ધર્મ સાથે લડે છે અને કૌરવો અધર્મ તરફથી લડે છે તેથી તું પાંડવોના પક્ષ તરફથી લડ. પરંતુ બર્બરિકએ પોતાના આપેલા વચન પર અડગ રહીને કહ્યું કે ના એવું નહીં બની શકે કેમકે ગુરુજીને વચન આપ્યું છે કે હું હંમેશા નબળા પક્ષ તરફથી જ લડીશ અને મને આમ કરવામાં કોઈ નહિ રોકી શકે. સ્વયં તમે પણ મને નહિ રોકી શકો. આમ ભગવાન શ્રીકૃષ્ણની સાથે બર્બરિકની ઘણી સમજાવટ અને બોલા-ચાલી થઇ.

અને અંતે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું હું તને એવું નહીં કરવા કરવા દઉ અને  થોડા સમય પછી ભગવાન શ્રીકૃષ્ણએ બર્બરિકને  રોકવા પોતાના સુદર્શન ચક્ર વડે બર્બરિકનું માથું  ધડથી અલગ કરી દીધું.

 

બર્બરીકનું માથું કપાયા પછી પણ તેનું માથું બોલ્યું કે, હે પ્રભુ મારી પોતાની એવી ઇચ્છા હતી કે મારો વધ તમારા પોતાના હાથે થાય એટલા માટે જ મેં તમારી સાથે આવી રીતે અભિમાન ભરી વાત કરી કારણકે  મારી માતાએ મને કહ્યું હતું કે જો તારે મોક્ષ મેળવવો હોય તો ભગવાનના હાથે જ તારું મૃત્યુ થાય તો તને સીધો મોક્ષ મળી શકે. હે પ્રભુ મને મોક્ષ મળે તે પહેલા મારી બીજી એક વિનંતી છે કે પ્રભુ મારે આ મહાભારતનું ધર્મ યુદ્ધ મારી આંખોથી જોવું છે તો કૃપા કરીને હું એ યુદ્ધ જોઈ શકું એવું કોઈ વરદાન મને આપો. તેથી ભગવાન શ્રીકૃષ્ણએ તેને એ વરદાન આપીને તેના મસ્તિષ્કને પર્વતની ટોચે મૂકી દીધું જેથી તે મહાભારતનું પૂરું યુદ્ધ જોઈ શકે. અને ભગવાન શ્રીકૃષ્ણે બર્બરિકને દિવ્ય દ્રષ્ટિ પણ આપી, જેથી તે મહાભારતની નાનામાં નાની ક્રિયા પણ જોઈ શકે.

પછી જયારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું ત્યારે પાંચ પાંડવો અને દ્રોપદી તેમજ ભગવાન શ્રીકૃષ્ણ બર્બરિકને મળવા પર્વત પર ગયા. ત્યાં જઈને ભગવાન શ્રીકૃષ્ણને બર્બરીકે નમસ્કાર કર્યા. અને પાંડવો એટલે કે તેના દાદાશ્રીને અને દ્રૌપદીને પણ નમસ્કાર કર્યા.

ત્યારે પાંડવોએ બર્બરીકને એક પ્રશ્ન પૂછ્યો કે, હે બર્બરિક તમે તમારી દિવ્ય દ્રષ્ટિથી આ સંપૂર્ણ મહાભારતનું યુદ્ધ જોયું છે તો તમે જ કહો કે મહાભારતનો સૌથી પરાક્રમી યોદ્ધો કોણ હતો કે, તમને ક્યાં વીરનું પરાક્રમ એવું હતું કે, જે એવું કહી શકાય છે કે  આ પરાક્રમ સૌથી મહાન હતું.   ત્યારે બર્બરિકએ એવું કહ્યું કે, મને આ યુદ્ધમાં કોઈ પણ યોદ્ધાનું પરાક્રમ એવું નથી લાગતું કે, આ પરાક્રમ સૌથી ઉત્તમ કહી શકાય. મેં કોઈ પણ યોદ્ધાને ઉત્તમ પરાક્રમ કરતા નથી જોયો, પણ મેં આ યુદ્ધમાં એક જ વસ્તુ પરાક્રમ કરતા જોઈ હતી કે, જે છે શ્રીકૃષ્ણનું સુદર્શન ચક્ર કે જે અદ્રશ્ય રૂપે સતત અધર્મીઓનો સંહાર કરી રહ્યું હતું, જેના દ્વારા કહી શકાય કે, તે એક જ હતું કે જેનું પરાક્રમ યોગ્ય કહી શકાય.

હા, ઘણા બધા યોધ્ધાના મેં મૃત્યુ જોયા કે, જે અદ્રશ્ય રૂપે સુદર્શન ચક્ર દ્વારા જ થયેલા હતા, પણ બહારથી તમને એમ લાગતું હતું કે તમે બીજા કોઈ યોદ્ધા દ્વારા તેમનો વધ થયો છે.

આ સાંભળી ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે, હે બર્બરિક તે જે જોયું તે મારી દિવ્ય દ્રષ્ટિના કારણે જોયું હતું, તેથી આ પાંડવોને તેમજ અન્ય લોકોને આની ખબર પણ નહિ હોય. આ સાંભળી પાંડવોને પણ એમ લાગ્યું કે, ખરખર જો શ્રીકૃષ્ણ ના હોત તો આપણી જીત ક્યારેય ના થઇ હોત. પછી ભગવાન શ્રીકૃષ્ણ બર્બરિકને મોક્ષ આપે છે અને પોતાના ચતુર્ભુજ અવતારમાં સમાવી લે છે. અને બર્બરિકને મોક્ષ પ્રાપ્ત થાય છે..

તો આ હતી મહાભારતના એ વીર યોદ્ધાની આ વાત કે, જે જો મહાભારતનું યુદ્ધ લડ્યો હોત તો પૂરું મહાભારત ૩ દિવસમાં જ પૂરું કરી શકતો હોત.

તો વાચક મિત્રો કેવી લાગી આ બર્બરીકની વાત, તમે તમારા પ્રતિભાવો કોમેન્ટ બોક્ષમાં જરૂર આપો.

ભાગ ૧ વાંચવા માટે અહી ક્લિક કરો – 

કેવો લાગ્યો આ આર્ટીકલ જો ગમ્યો હોય તો જરુર શેર કરજો,

જો કોઈ સુચન હોય તો અમને તમે કોમેન્ટ કરી જણાવી શકો છો.

  મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરાના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો. 

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro  

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

 

1 thought on “ભગવાન શ્રીકૃષ્ણ એ પાંડવોને સમજાવ્યું મહાન બર્બરિકનું રહસ્ય……..(ભાગ- 2)”

  1. ગુજરાતી ડાયરા ના કોઇ આર્ટીકલ માં કાંઇજ કહેવુ ન પડે…. નવુ જાણવા મળ્યુ… આભાર

    Reply

Leave a Comment