ખોટા ખર્ચા ના કરો, ખરતા વાળ રોકવા માટે બનાવો ઘરેલું તેલ…. 100% અસરકારક અને આયુર્વૈદિક બનશે.

 ખરતા વાળ રોકવા માટે બનાવો ઘરેલું તેલ…. 100% અસરકારક અને આયુર્વૈદિક બનશે, ખોટા ખર્ચા ના કરો.

આજે લગભગ લોકો ખરતા વાળ તેમજ વાળની અન્ય કોઈને કોઈ સમસ્યાથી પરેશાન હોય છે. કોઈના વાળ સમય પહેલા સફેદ થઇ જાય છે, તો કોઈના વાળ બે મોઢા વાળા થઇ જાય છે, તો કોઈના વાળ સાવ નબળા પડી જાય છે, તો કોઈના વાળનો ગ્રોથ જ નથી હોતો. વાળની આ દરેક સમસ્યાઓ સામાન્ય થઇ ગઈ છે. મિત્રો આ બધી સમસ્યા શરીરમાં ન્યુટ્રીસન્સની ઉણપ અને વાળ પ્રત્યે લાપરવાહી રાખવાથી થાય છે. તો ઘણી વાર આ સમસ્યા જેનેટિક અથવા હોર્મોન્સમાં આવતા પરિવર્તનના કારણે પણ થાય છે. તો કોઈ વ્યક્તિ વધારે પડતું દવાનું સેવન કરે છે તેના વાળ પણ ખરતા જાય છે.

મિત્રો સામાન્ય રીતે તો વાળની દરેક સમસ્યા માટે બજારમાં પ્રોડક્ટ્સ મળતી હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે બજારમાં મળતા તેલ કે શેમ્પુને વધારે સમય ચલાવવા માટે તેમજ તેને સુગંધી બનાવવા માટે ઘણા કેમિકલો તેમાં ઉમેરવામાં આવે છે. જે આપણા માટે ખુબ જ હાનીકારક હોય છે. તેમજ આપણા વાળને વધારે નુકસાન પણ પહોંચાડી શકે છે. માટે વાળ તેમજ ત્વચાની કોઈ પણ સમસ્યા માટે આયુર્વેદિક ઉપચાર જ કરવો જોઈએ. કારણ કે આયુર્વેદિક ઉપચારથી સમસ્યા જડમૂળથી ગાયબ થઇ જાય છે.

તો મિત્રો આજે અમે વાળની સમસ્યા માટે ખુબ જ સરળ અને અસરકારક ઘરેલું તેલ બનાવવાની માહિતી આપવા જઈ રહ્યા છીએ. જેના ઉપયોગથી વાળની દરેક સમસ્યાનો અંત આવશે અને વાળ લાંબા અને સુંદર બનશે.

તેલ બનાવવા માટે જોઈતી સામગ્રી:

તેલ બનાવવા માટે 50 ml નારિયેળનું તેલ, 20 ml તલનું તેલ (તલની બદલે સરસવનું તેલ પણ લઇ શકો છો), 10 પંદર મીઠા લીંબડાના પાંદડા, બે ચમચી મેથીના દાણા, એક ગુલાબના ફૂલની પાંદડીઓ, ત્રણથી ચાર ગુલમહોરના  ફૂલ, એક નંગ આંબળા સમારેલા (આંબળાની જગ્યાએ આંબળાનો પાવડર પણ ઉમેરી શકો છો), પાંચ ગ્રામ એટલે કે ચારથી પાંચ કપૂરની ગોળીઓ, અડધો નંગ સમારેલી ડુંગળી અને બે વિટામીન ઈની કેપ્સુલ વગેરે સામગ્રીઓની લેવાની છે.

તેલ બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં નારિયેળ અને તલનું તેલ નાખી દો. ત્યાર બાદ તેને ગેસ પર ધીમા તાપે રાખી દો.

ત્યાર બાદ તેલમાં મીઠા લીમડાના પાંદ, મેથીના દાણા, ગુલાબની પાંદડીઓ, ગુલમહોરના ફૂલ (ફૂલમાં નીચેની લીલી ડાળખી કાઢીને માત્ર ફૂલની પાંદડી જ નાખવાની છે.), ડુંગળી અને આંબળા આ બધી વસ્તુઓ ઉમેરી દેવાની છે. ત્યાર બાદ એકદમ ધીમા તાપે તેલને ઉકળવા દેવાનું છે. લગભગ 30 મિનીટ સુધી તેલને હલાવતા હલાવતા ઉકાળવાનું છે.

ત્યાર બાદ ગેસ બંધ કરી દેવો અને તેમાં ચારથી પાંચ એટલે કે પાંચ ગ્રામ કપૂરની ગોળીઓ મિક્સ કરવાની છે. ત્યાર બાદ જ્યારે તેલ બિલકુલ ઠંડુ થઇ જાય પછી કાચની બોટલ અથવા કોઈ કાચના વાસણમાં ગાળી લો અને તેલમાં બે વિટામીન ઈ ની કેપ્સુલ ફોડીને તેનું તેલ મિક્સ કરી દો.

હવે તેલ એકદમ તૈયાર છે. અઠવાડિયામાં બે થી ત્રણ વખત રાત્રે સુતા પહેલા વાળમાં આ તેલ લગાવી આંગળીઓની મદદથી વાળના મૂળ સુધી તેલ પહોંચે તે રીતે હળવા હાથે મસાજ કરવી. ત્યાર બાદ સવારે વાળને ધોઈ લેવા.

મિત્રો આ તેલ વાળની દરેક સમસ્યા શા માટે દુર કરે છે તે પણ જણાવી દઈએ. મિત્રો આ તેલમાં સૌથી મહત્વના છે ગુલમહોરના ફૂલ. કારણ કે ગુલમહોરના ફૂલમાં વિટામીન સી અને એમીનો એસીડ ભરપુર માત્રામાં હોય છે. જે વાળને મજબુત અને લાંબા બનાવે છે. તેમજ વાળને ખરતા અટકાવે છે તેમજ વાળ ખરી ગયા હોય ત્યાં નવા વાળ લાવવા માટે પણ લાભદાયી નીવડે છે. આ ઉપરાંત અન્ય સામગ્રી વાળનો ગ્રોથ વધારવામાં તેમજ અન્ય સમસ્યાઓને દુર કરવામાં મદદ કરે છે.

મિત્રો આ તેલ એટલું અસરકારક છે કે બે અઠવાડિયામાં જ તેનું પરિણામ તમને જોવા મળશે અને જો તમે બે મહિના સુધી આ તેલનો ઉપયોગ કરશો તો વાળની લંબાઈમાં પાંચથી સાત ઇંચ જેટલો તફાવત જોવા મળશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google