આ ખાસ કારણે ભારતમાં ફરીથી શરૂ કરવામાં આવી tiktok એપ, સરકારે કરી આ ડીલ | જાણો શું થયા ફેરફાર.

ભારત હટાવી દેવામાં આવ્યો છે tiktok પરથી પ્રતિબંધ….. જાણો શું થયા ફેરફાર….

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે હમણાં જ મદ્રાસ હાઈકોર્ટ દ્વારા tiktok પર બેન લગાવવામાં આવ્યો હતો. પરંતુ મદ્રાસ હાઈકોર્ટ દ્વારા tiktok પરનો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. પોર્નોગ્રાફી અને અશ્લીલ કન્ટેન્ટના કારણે મદ્રાસ હાઈકોર્ટે ત્રણ એપ્રિલના રોજ tiktok એપ પર પ્રતિબંધ લાગવી દીધો હતો. ત્યારે કોર્ટે મીડિયાને જણાવ્યું હતું કે tiktok દ્વારા અશ્લીલ અને અનુચિત સામગ્રી સમાજમાં ફેલાઈ રહી છે. જેના પગલે ઘણી બધી અસામાજિક પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે.

પરંતુ tiktok એપ દ્વારા એક નવો ફેરફાર કરવામાં આવ્યો છે. જેના પગલે જાણતા મદ્રાસ હાઈકોર્ટે tiktok પરથી પ્રતિબંધ હટાવી દીધો છે. tiktok કંપની તરફથી કેસ લડતા ઇસાક મોહનલાલે હાઈકોર્ટને જણાવ્યું હતું કે ન્યુડ અને આપત્તિજનક કન્ટેન્ટ એપ્લીકેશન પર અપલોડ જ નહિ થાય. તેના માટે tiktok દ્વારા એપમાં નવી ટેકનોલોજીને અપનાવી છે. tiktok દ્વારા કોર્ટને વિશ્વાસ આપવવામાં આવ્યો છે કે અશ્લીલ અને આપત્તિજનક સામગ્રી પર પ્રતિબંધ સુનિશ્વિત પણે કરવામાં આવશે.

img source

સુપ્રીમ કોર્ટ દ્વારા મદ્રાસ હાઇકોર્ટના આદેશ પર રોક લગાવવા પર ઇનકાર કર્યા બાદ ગુગલ અને એપ્પલ સ્ટોર દ્વારા tiktok ને પોતાના એપ્સ સ્ટોરમાંથી હટાવી દેવામાં આવ્યું હતું જેના કારણે કોઈ નવી ડાઉનલોડ ન કરી શકે. પરંતુ 22 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટને જણાવ્યું હતું કે 24 એપ્રિલ સુધીમાં કોઈ પણ ફેસલો નક્કી થઇ જવો જોઈએ. જો 24 તારીખ સુધીમાં કોઈ નિર્ણય નહિ આવે તો tiktok પર પ્રતિબંધ સમાપ્ત થઇ જશે.

img source

બાઈટડાંસ દ્વારા 22 એપ્રિલના દિવસે બયાન આપ્યું હતું કે ભારતમાં tiktokપર પ્રતિબંધના કારણે તેને રોજનું 5 લાખ ડોલરનું એટલે કે લગભગ 3.5 કરોડ રૂપિયાનું નુકશાન થઇ રહ્યું છે. જેના કારણે ભારતમાં કામ કરતા એ કંપનીના 250 કર્મચારીઓની નોકરી જવાનું જોખમ છે.

મોબાઈલ એપ tiktok ની મૂળ કંપની બાઈટડાંસને ભારતમાં પોતાના એપ પર પ્રતિબંધ લગાવ્યા બાદ પાબંધીથી પરેશાન નથી પરંતુ ભારતીય બજાર પ્રત્યે તે ઉત્સાહિત છે. ચીનની આ કંપનીએ આગળના ત્રણ વર્ષમાં ભારતમાં એક એક અરબ ડોલર કરતા વધારે નિવેશની યોજનાનો ખુલાસો કર્યો હતો.

img source

બાઈટડાંસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી અમે tiktok પર અમુક સામગ્રીઓ પર પ્રતિબંધ લાવવા માંગતા હતા અને તેના પર એક્શન પણ લેવા ઈચ્છતા હતા. પરંતુ અમારા પહેલા જ કોર્ટે નિર્ણય લઇ લીધો. જેનું ખરેખર અમારે ખુદે જ વિચાર કરવો જોઈએ. પરંતુ આ મુદ્દો મદ્રાસ હાઈકોર્ટે ઉઠાવ્યો અને નિર્ણય લીધો એ અમાર ભવિષ્ય માટે સારું છે. અને કંપનીએ એ પણ જણાવ્યું હતું કે હવે અમે ભારતીય ઉપયોગકર્તાઓ પ્રતિ પ્રતિબદ્ધ છીએ. જેના પગલે કોઈ પણ અશ્લીલ વિડીયો કે પોર્નોગ્રાફી પર અસરભૂત હોય તેવો વિડીયો એપમાં અપલોડ નહિ થાય. કંપનીએ એ પણ જણાવ્યું હતું કે અમે આવતા ત્રણ વર્ષમાં ભારતમાં એક અરબ ડોલરનું રોકાણ પણ કરવાનો વિચાર કરી રહ્યા છીએ.

img source

આ કંપની એ કોર્ટને એપણ બયાન આપ્યું કે અમે અમારી કંપનીમાં આવતા એક વર્ષની અંદર 1000 ભારતીય લોકોને નોકરી આપશે. જેના પગલે મદ્રાસ હાઈકોર્ટને tiktok એપનો નિર્ણય યોગ્ય લાગ્યો હતો. અને હાઈકોર્ટ દ્વારા તેને મંજુરી આપી દેવામાં આવી હતી.

તો મિત્રો તમારું શું કહેવું છે કે tiktok ભારત માટે ઉપયોગી એપ છે કે નુકશાનકારક છે. કંપની એનો ફાયદો જોઇને પોતાના નિયમોમાં ફેરફાર કરી નાખશે. પરંતુ તે આપણા યુવાધનને નુકશાન કરી રહ્યું છે કે નહિ તે કોમેન્ટ કરીને ખાસ જાણવો. તમને નિર્ણય લેવા આપ્યો હોય તો તમે શું નિર્ણય આપો. કોમેન્ટ કરો….

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google