કેદારનાથમાં જોવા મળ્યો પી.એમ. મોદીનો અલગ અંદાજ | બર્ફીલા પહાડોમાં એકલા ચાલીને કલાકો કરી સાધના ..

કેદારનાથમાં જોવા મળ્યા પીએમ મોદીનો અલગ અંદાજ …બર્ફીલા પહાડોમાં એકલા ચાલીને કલાકો કરી સાધના ..

મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગયા કેદારનાથની ગુફામાં અને ત્યાં લગભગ 17 કલાક સુધી ધ્યાન સાધના કરી હતી ત્યાર બાદ રવિવારના રોજ સવારે ફરી કેદારનાથની પૂજા અર્ચના કરી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી શનિવારના રોજ બપોરના બે વાગ્યે પોતાની ધ્યાન સાધના માટે ગુફામાં ગયા હતા અને ગુફામાં જતા જ નરેન્દ્ર મોદી ધ્યાન સાધનામાં લીન થઇ ગયા હતા.

સરકારના અધિકારીઓનું આ વાત પર કહેવું છે કે નરેન્દ્ર મોદી કોઈ ગુફાની અંદર રાત પસાર કરનાર અને ધ્યાન સાધના કરનાર પહેલા પ્રધાનમંત્રી છે.મિત્રો આ સમય સમગ્ર દેશમાં ચૂંટણીનો તંગ માહોલ બની ગયો છે જેમાં પ્રધાન મંત્રીએ પોતાના તંગ ચૂંટણીના માહોલમાં પણ કેદારનાથ આવવા માટે મીડિયાનો પણ આભાર માન્યો અને કહ્યું કે કેદારનાથ માં પુન:વિકાસ વિશે મીડિયાનો સંદેશ ખુબ જ સકારત્મક રહેશે.નરેન્દ્ર મોદીએ લોકોને સિંગાપુર અને દુબઈ જેવી જગ્યા ઉપરાંત કેદારનાથ તેમજ ભારતના અન્ય ક્ષેત્રોની યાત્રા કરવાની પણ અપીલ કરી હતી.

વર્ષ 2013 માં કેદારનાથમાં એક ભીષણ પુર આવ્યું હતું.અને તે પુર બાદ કેદારનાથના પૂન:વિકાસના કાર્યની મોદીજીએ પ્રશંસા કરી હતી અને જણાવ્યું કે કેદારનાથના પુનર્વિકાસ માટે એક સમર્પિત ટીમ આ પ્રક્રિયામાં લાગેલી છે.આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું વિડીયો કોન્ફ્રેન્સના માધ્યમથી સમયે સમયે આ કાર્ય પર દેખરેખ રાખું છું.

મિત્રો કેદારનાથની ગુફામાં ધ્યાન સાધના કરવા પાછળ તમને શું લાગે છે? એમજ લાગતું હશે ને કે મોદીજી એ ચુંટણીના પરિણામ બાબતે ભગવાનને પ્રાર્થના કરી હશે? પણ એવું નથી સાંભળો પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી નો જવાબ “હું જ્યારે પણ ભગવાનના ચરણોમાં આવું છું ત્યારે કંઈ પણ માંગતો નથી.માંગવાની વૃત્તિથી હું સહેમત પણ નથી કારણ કે ભગવાને આપણને માંગવા નહિ આપવા યોગ્ય બનાવ્યા છે.”

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી શનિવારે કેદારનાથના દર્શન કર્યા બાદ રવિવારના રોજ બદ્રીનાથ ધામ પહોંચ્યા હતા.ત્યાં તેમણે મંદિરમાં લગભગ 45 મિનીટ સુધી પૂજા અર્ચના કરી હતી.અને પૂજા અર્ચના બાદ તેમણે મંદિરની બાહાર નીકળીને લોકો સાથે મુલાકાત કરી હતી.મોદીજીએ જણાવ્યું કે ભગવાન શિવજીના આશીર્વાદ ભારતની સાથે સાથે આખી દુનિયા પર બન્યા રહેશે.

મિત્રો તમને જણાવી દઈએ કે  વિશેષ રૂપે બનાવેલી આ ગુફાની અંદર તેઓ સંપૂર્ણ રીતે વિરક્ત થઇ ગયા હતા.ગુફામાં વીજળી,શૌચાલય,ટેલીફોન વગેરેની સુવિધા હતી અને સીસીટીવી કેમેરા પણ લગાવેલા હતા.આ વાત પર નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ગુફામાં કોઈ કોમ્યુનીકેશન ન હતું.માત્ર એક નાની બારી હતી જ્યાંથી હું મંદિરને જોઈ શકતો હતો.

તમને જણાવી દઈએ કે મોદી સવારે ગુફામાંથી બહાર આવ્યા હતા અને ત્યાર બાદ લાકડીના સહારે ઉબડ ખાબડ રસ્તા પર ચાલીને મંદિરે પહોંચ્યા હતા.આ દરમિયાન મોદીજીને રસ્તામાં બરફથી છવાયેલી બર્ફીલી પહાડીઓનો નઝારો પણ જોવા મળ્યો હતો.તો આ રીતે ચૂંટણીના કાર્યક્રમોમાંથી સમય કાઢીને નરેન્દ્ર મોદી બર્ફીલા પહાડોની શેર કરીને કેદારનાથની ગુફામાં 17 કલાક સુધી ધ્યાન સાધના કરી અને ભારતના પહેલા એવા પ્રધાનમંત્રી બન્યા જેમણે આ રીતે ગુફામાં ધ્યાન સાધના કરી હોય અને આધ્યાત્મનો અહેસાસ કર્યો હોય.

Source : “Zee News”

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google