જાણો ઘરમાં ક્યાં ક્યાં પ્રકારના ફોટા રાખવા જોઈએ | આવા ફોટા કરે છે ઘરમાં ખાસ બદલાવ | જાણો વિગત વાર….

જાણો ઘરમાં ક્યાં પ્રકારનો રાખવો જોઈએ ફોટો….. તેનાથી થાય છે આવ બદલાવો…..

બધાના ઘરમાં તસ્વીરો તો લગાવેલી જ હોય છે અને તેનું આપણા માટે કંઈક મહત્વ પણ રહેલું હોય છે. તો આજે અમે તમે અમુક ફોટાઓ વિશે જણાવશું જેને ઘરમાં રાખવામાં આવશે તો થશે અનેક ચમત્કારી ફાયદા….

આપણે ઘરમાં જે ફોટા લગાવીએ છીએ તેને આપણે દિવસરાત જોતા હોઈએ છીએ અને તેનાથી આપણા જીવન અને ભાગ્ય પર ખુબ જ અસર પડે છે. આપણા જીવનમાં સકારાત્મકતા અને નકારાત્મકતા આવી શકે છે. વાસ્તુશાસ્ત્ર અને અનેક હિંદુધર્મ ગ્રંથોમાં ચિત્રનો ઉપયોગ અને તેની મહત્વતાનું વર્ણન છે. તો આજે જણાવશું કે જીવનમાં શુખ શાંતિ અને સમૃદ્ધિ માટે ક્યાં ક્યાં ચિત્રો લગાવવા જોઈએ અને ક્યાં ન લગાવવા જોઈએ. અમુક ફોટા આપના જીવનને ફાયદો કરાવે છે તો અમુક નુકશાન. તો જાણો તમારા ઘરમાં તો એવા ફોટા લગાવેલા નથી ને…

રામ દરબારનો ફોટો. રામદરબારનો ફોટો ઘરના ડ્રોઈંગ રૂમમાં લગાવવાથી ઘરના સદસ્યો વચ્ચે પ્રેમ વધે છે અને ઘરમાં રામરાજ્ય જેવું વાતાવરણ બની રહે છે અને ઘરમાં સુખ જળવાઈ રહે છે.

ભગવાન શ્રી કૃષ્ણનો ગાય સાથેનો ફોટો. ભગવાન શ્રી કૃષ્ણ ગાયને એક પગે ટેકો આપેલો અને વાંસળી વગાડતા હોય એવો ફોટો ડ્રોઈંગ રૂમ અથવા પૂજા ઘરમાં લગાવવો જોઈએ. આ ફોટો સૌભાગ્ય અને ધન પ્રાપ્તિનો માર્ગ કરી આપે છે.

દોડતા સફેદ સાત ઘોડા વાળો ફોટો. સમુદ્રના કિનારે દોડતા સાત ઘોડા વાળો ફોટો લગાવવાથી કાર્યક્ષેત્રમાં પદોન્નતિ થાય છે અને ઘરમાં ધનની આવક વધે છે. આ ફોટાને ઓફીસ અને ઘરમાં બંને જગ્યાએ રાખવો જોઈએ. પરંતુ તેને પૂર્વ દિશામાં રાખવી ખુબ જ જરૂરી છે.

યશોદા અને બાળ કૃષ્ણનો ફોટો. માતા યશોદા અને બાળકૃષ્ણ સાથે હોય એવો ફોટો ગર્ભવતી મહિલાના કક્ષમાં લગાવવો જોઈએ અથવા તમારા ઘરમાં નાનું બાળક હોય તો પણ આ ફોટો લગાવી શકાય છે. આ ફોટો ઘરમાં રાખવાથી માતા અને પુત્ર વચ્ચે સ્નેહ વધે છે અને ખુશી જળવાઈ રહે છે.

તરતા હોય એવા હંસરાજનો ફોટો. તરતા હોય એવા રાજહંસનો ફોટો મહેમાન રૂમમાં લગાવવાથી ધનપ્રાપ્તિના માર્ગ ખુલી જાય છે. આ ફોટો પોઝીટીવ એનર્જી લઈને આવે છે. જે તમારા કાર્યક્ષેત્રમાં વિકાસ કરાવે છે.

મહાભારતનો ફોટો. ઘરમાં મહાભારતના યુદ્ધનો ફોટો રાખવો અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ઘરમાં મહાભારતના યુદ્ધનો ફોટો રાખવાથી ઘરમાં મહાભારત થઇ શકે છે એટલે કે ઝગડાઓ થવા લાગે છે. એટલા માટે મહાભારતના યુદ્ધ વાળો ફોટો ઘરમાં ક્યારેય પણ ન રાખવો જોઈએ.

ફૂલના ગુલદસ્તા વાળો ફોટો. ફૂલના ગુલદસ્તા વાળો ફોટો અથવા તાજા ફૂલ શયન કક્ષમાં રાખવામાં આવે તો પતિપત્ની વચ્ચે પ્રેમ ખુબ જ વધે છે અને બંને વચ્ચે ઝગડો ખતમ થાય છે.

વહેતા ઝરણાંનો ફોટો. વહેતા ઝરણાંનો ફોટો અથવા કોઈ જળ સ્ત્રોત હોય એવો ફોટો ઘરમાં લગાવવાથી ધનની હાની થાય છે અને ધન ખર્ચ થવા લાગે છે. તેનાથી મન પણ અસ્થિર રહે છે.

ઘરના બધા જ સદસ્યોનો હસતો ફોટો. ઘરના બધા જ સદસ્યો હસતા હોય એવો ફોટો લગાવવાથી ગૃહકલેશ નથી થતો. એટલા માટે આ ફોટાને તમારા ઘરમાં દક્ષીણ પશ્વિમ દિશમાં લગાવો.

નટરાજ મુદ્રામાં ભગવાન શિવજીનો ફોટો. નટરાજની મૂર્તિ અથવા ફોટો વિનાશનું સૂચક છે. આ ફોટામાં તે તાંડવ કરતા હોય છે. જે તેનું વિધ્દ્વંશ સ્વરૂપ છે. એટલા માટે નટરાજની મૂર્તિને ઘરમાં ન રાખવી જોઈએ.

માતા સરસ્વતીનો ફોટો. માતા સરસ્વતીનો ફોટો બાળકોના અભ્યાસ કરવાના રૂમમાં રાખવો જોઈએ. તેનાથી બાળકોનું મન અભ્યાસમાં બન્યું રહેશે. પરંતુ આ ફોટાને ઉત્તર દિશામાં લગાવવો જોઈએ.

કોઈ પણ યુદ્ધનો ફોટો. કોઈ પણ યુદ્ધનો ફોટો ઘરમાં લગાવવાથી ઘરના સભ્યો વચ્ચે આપસી મનમોટાવ થયા કરે છે. આવા ફોટા ઘરમાં ક્યારેય પણ ન લગાવવા જોઈએ. જેનાથી ઘરના સભ્યો વચ્ચે ઝગડો થયા કરે છે.

ભગવાન ધનવંત્રીનો ફોટો. ભગવાન ધનવંત્રીનો હાથમાં અમૃત કળશ હોય એવો ફોટો આપણા ઘરમાં ખુશી અને ધનના આગમનનો માર્ગ ખોલે છે.

રડતા બાળકનો ફોટો. રડતા બાળકનો ફોટો ઘરમાં ન લગાવવો જોઈએ. આવો ફોટો લગાવવાથી તમે માનસિક રીતે પરેશાન થઇ શકો છો.

રાધા કૃષ્ણનો ફોટો. રાધા કૃષ્ણનું ચિત્ર અથવા ફોટો શયન કક્ષમાં લગાવવાથી પતિપત્ની વચ્ચેનો તણાવ મટી જાય છે અને બંને વચ્ચે પ્રેમ વધે છે.

માતા લક્ષ્મીનો ઉભા હોય તેવો ફોટો. માતા લક્ષ્મીને શાસ્ત્રોમાં ચંચળ કહેવામાં આવ્યા છે. જો તે ઉભા હોય એવો ફોટો લગાવશો તો એ એક જગ્યા પર નથી ટકતા. એટલા માટે લક્ષ્મીજીનો ફોટો હંમેશા કમળ પર બેઠા હોય એવો જ ઘરમાં રાખવો જોઈએ.  માતા અન્નપુર્ણાનો ફોટો. માતા અન્નપુર્ણાનો ફોટો રસોઈ ઘરમાં લગાવવાથી ઘરમાં ઘરમાં અન્નનો ભંડાર ભરેલો રહે છે.

જંગલી જાનવરના ફોટા. કોઈ પણ જંગલી જાનવરનો ફોટો જેમાં તે ખૂંખાર દેખાતા હોય, શિકાર પર નજર રખાતા હોય અથવા શિકાર કરતા હોય એવો ફોટો ઘરમાં ન લગાવવો જોઈએ. આવા ફોટા ઘરમાં નકારાત્મક ઉર્જા લઈને આવે છે અને આપણી અંદર હિંસક ભાવના ઉત્તપન્ન કરે છે. એટલા માટે કોઈ પણ જંગલી જનાવરનો ફોટો ઘરમાં ન રાખવો જોઈએ.

લવ બર્ડ્સનો ફોટો. લવ બર્ડ્સનો ફોટો નવદંપત્તિના રૂમમાં લગાવવો જોઈએ. તેનાથી બંને વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે.

તાજમહેલનો ફોટો. તાજમહેલ એક કબર પર બનાવવામાં આવેલો મકબરો છે અને કોઈના મૃત્યુની નિશાનીને ઘરમાં રાખવી એ ખુબ જ અશુભ માનવામાં આવે છે. એટલા માટે તાજમહેલને ક્યારેય પણ ઘરમાં ન રાખવો જોઈએ.

ડૂબતા જહાંજનો ફોટો. ડૂબતા જહાંજનો ફોટો ઘરમાં લગાવવાથી તમારા વિચારોમાં નકારાત્મકતા આવે છે અને પ્રગતી ઉભી રહી જાય છે. એટલા માટે ડૂબતા જહાંજનો ફોટો ઘરમાં ન રાખવો જોઈએ.

તો મિત્રો તમારા ઘરમાં પણ આમાંથી કોઈ ફોટો હોય તો અમને કોમેન્ટ કરીને જણાવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google