ચહેરાના આપો તાત્કાલિક પ્રાકૃતિક નિખાર…. બસ એક જ વાર કરી લો આ હોમમેડ ગોલ્ડ ફેશિયલ….. સુંદરતા સોળેકળાએ ખીલી ઉઠશે….

ચહેરાના આપો તાત્કાલિક પ્રાકૃતિક નિખાર…. બસ એક જ વાર કરી લો આ હોમમેડ ગોલ્ડ ફેશિયલ….. સુંદરતા સોળેકળાએ ખીલી ઉઠશે….

મિત્રો મહિલાઓ પાર્ટી કે લગ્ન અથવા કોઈ અન્ય લગ્ન પ્રસંગમાં જાય ત્યારે અચૂક ચહેરાનો ગ્લો વધારવા માટે ફેશિયલ કરવાનું પસંદ કરતી હોય છે. પરંતુ બજારમાં મળતા ફેશિયલ તમારા ચહેરાને ગ્લો તો આપે છે. પરંતુ તે ક્રીમ અને પેક કેમિકલયુક્ત હોય છે. જે લાંબા સમયે આપણી ત્વચા માટે  નુકશાનદાયક સાબિત થઇ શકે છે.

ફેશિયલમાં સૌથી વધારે સારું અને મોંઘુ ફેશિયલ કોઈ હોય તો એ ગોલ્ડ ફેશિયલ હોય છે. કારણ કે તે ચહેરાને અન્ય ફેશિયલની તુલનાએ વધારે ચમક અને નિખાર આપે છે. પરંતુ મિત્રો તમે ઘરમાં રહેલી વસ્તુઓ દ્વારા ઘરે જ પ્રાકૃતિક રીતે ફેશિયલ કરી શકો છો, જે તમે તાત્કાલિક જ નિખાર આપશે. પાંચ સ્ટેપમાં આ ફેશિયલ થશે. પરંતુ પાંચે પાંચ સ્ટેપમાં આપણે પ્રાકૃતિક વસ્તુનો જ ઉપયોગ કરીશું, કોઈ પણ કેમિકલ નહિ આવે અને આ ફેશિયલ બજાર કરતા પણ ખુબ સારું પરિણામ આપશે. તો ચાલો જાણીએ સ્ટેપ બાય સ્ટેપ પ્રાકૃતિક ગોલ્ડ ફેશિયલ કરવાનાની રીત.

સૌથી પહેલું સ્ટેપ છે ક્લીન્સીંગ. મિત્રો ક્લીન્સીંગ માટે આપણે અહીં કાચા દુધનો ઉપયોગ કરીશું. કારણ કે દૂધ માત્ર બે થી ત્રણ મિનીટમાં જ ચહેરાની ગંદકી સાફ કરે છે. તેના માટે સૌપ્રથમ થોડું દૂધ લેવું ત્યાર બાદ રૂ ની મદદથી દુધને ચહેરા પર લગાવવું જોઈએ. ત્રણ મિનીટ સુધી સતત દૂધ લગાવતા રહેવું. ત્યાર બાદ દુધને સુકાવા માટે છોડી દેવું. દૂધ ફેસ પરથી સુકાઈ જાય ત્યાર બાદ ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈને સાફ કરી લો.

ત્યાર બાદ બીજું સ્ટેપ છે સ્ટીમિંગ. આ સ્ટેપ તમારી ત્વચાના પોર્સને ખોલશે. તેના માટે એક સ્વચ્છ કોટનનો ટુવાલ લેવો, તેને ગરમ પાણીમાં બોળી ત્યાર બાદ તેનું પાણી થોડું નીતારીને ત્યાર બાદ ટુવાલને પાંચ મિનીટ સુધી ચહેરા પર રાખવો.

ત્યાર બાદ ત્રીજું સ્ટેપ છે સ્ક્રબિંગ. મિત્રો આ સ્ટેપ દ્વારા તમારા ચહેરાની ડેડ સ્કીન, બ્લેક હેડ્સ, વાઈટ હેડ્સ વગેરેને દુર કરશે. તેના માટે એક ચમચી ખાંડ લો, તેમાં એક ચમચી મધ ઉમેરો અને ત્યાર બાદ તેમાં અડધા ટમેટાનો રસ ઉમેરો. હવે બધું બરાબર મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લો.

ત્યાર બાદ તમારે તે પેસ્ટ લગાવતા લગાવતા પાંચ મિનીટ સુધી હળવા હાથે મસાજ કરવાની છે. ત્યાર બાદ તેને સુકાવવા દો.  પેસ્ટ સુકાઈ જાય ત્યાર બાદ ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈને સાફ કરી લો.

ચોથું સ્ટેપ છે મસાજ. આ સ્ટેપ ત્વચાને મોઈસ્યુરાઈઝ કરશે અને ત્વચાને ચમક આપશે, તેમજ ત્વચાને રીલેક્સ કરશે. તેના માટે હાથમાં આઠથી દસ ટીપા લીંબુનો રસ અને આઠથી દસ ટીપા નારિયલ તેલ લો પછી બંનેને મિક્સ કરીને ચહેરા પર લગાવો અને 10 મિનીટ સુધી હળવા હાથે મસાજ કરો. ત્યાર બાદ તમે જોશો તો તે મિશ્રણ ત્વચામાં પૂરે પૂરી રીતે ઓબ્સર્વ થઇ ગયું હશે.

હવે પાંચમું અને છેલ્લું સ્ટેપ છે ફેસપેક. જે તમારી ત્વચાને એક અલગ જ અને તાત્કાલિક નિખાર આપશે. તેના માટે એક ચપટી હળદર લેવી તેમાં બે ચમચી દહીં અને એક ચમચી મુલતાની માટી ઉમેરવી. ત્યાર બાદ બધું બરાબર મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લેવી. પેસ્ટ બનાવ્યા બાદ તેને ચહેરા પર લગાવવી અને સૂકવવા માટે છોડી દેવી. ફેસપેક સુકાઈ જાય ત્યાર બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લેવો. તમારો ચહેરો ખુબ જ ચમકતો હશે.

તો મિત્રો આ રીતે તમે ખુબ જ સરળતાથી માત્ર ઘરમાંથી મળી જતી વસ્તુમાંથી પ્રાકૃતિક ગોલ્ડ ફેશિયલ કરીને ચહેરાને નિખાર આપી શકો છો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google