નરેન્દ્ર મોદીના જીવનના આ રાઝ કોઈ નથી જાણતું | જાણો તેમની આ અંગત વાતો | જાણીને નવાઈ લાગશે

નરેન્દ્ર મોદીના આ રાઝ હજુ કોઈ નથી જણાતું…. જાણો તેની અંગત વાતો……

મિત્રો આજે એક વ્યક્તિના એવા તથ્યો અને જાણકરી જણાવશું જેને જાણીને તમે આશ્વર્ય ચકિત થઇ જશો. આજે તે વ્યક્તિ દેશની સૌથી મહાન અને ખુબ જ લોકપ્રિય વ્યક્તિ છે. જેની ચર્ચા આજે વિદેશોના સંસદમાં પણ થઇ રહી છે. જી હા, મિત્રો આજે અમે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમુક એવા રાઝ વિશે તમને માહિતગાર કરાવશું. જેના વિશે લગભગ ખુબ જ ઓછા લોકોને જાણ હશે. તો ચાલો જાણીએ નરેન્દ્ર મોદીના ક્યારેય સામે ન આવેલા રાઝ.
 વર્ષો પહેલા નરેન્દ્ર મોદીએ પોતાનો સમાન અને તેના સંબંધિત બધી જ વસ્તુઓને સળગાવી દેતા હતા. તેના અતીતને તે ક્યારેય પણ યાદ કરતા ન હતા. એટલા માટે તે બધો જ સમાન સળગાવી દેતા હતા.

નરેન્દ્ર મોદીએ તેના વડનગર વાળા ઘરને  1970 છોડી દીધું હતું. પરંતુ જ્યારે તે 1975 માં જ્યારે તે ઘરે પરત આવ્યા ત્યારે આપાતકાલીન ગિરફ્તારીના કારણે સીખ બનીને ભારત ભ્રમણ કરતા હતા. નરેન્દ્ર મોદીનો દેશ પ્રેમ તેના બાળપણમાં જ ઘડાય ગયો હતો. જેના કારણે તે એક દેશ પ્રેમી છે. તેના કરિયરની શરૂઆત યુવાનીમાં જ શરૂ થઇ ગઈ હતી. જ્યારે 1967 માં ગુજરાતમાં પુર આવ્યું ત્યારે તેમાં પણ પીડિતોને ખુબ જ મદદ કરી હતી.

જ્યારે 2014 ની ચુંટણી હતી ત્યારે તે ચુંટણીના અભિયાન માટે નરેન્દ્ર મોદીએ લગભગ 25 રાજ્યની અંદર 3 લાખ કિલોમીટરની યાત્રા કરી હતી અને સેંકડો જનરેલી પણ કરી હતી.

નરેન્દ્ર મોદી માતા દુર્ગાના એક પ્રચંડ ભક્ત છે અને ઉપાસક છે. એટલા માટે તે નવરાત્રી માં 9 દિવસ સુધી વ્રત પણ રાખે છે. આ વ્રત દરમિયાન તે અમેરિકા ગયા તો ત્યાં પણ તેમણે છોડ્યું ન હતું. નરેન્દ્ર મોદી એક શુદ્ધ શાકાહારી છે અને કોઈ પણ પ્રકારનું વ્યસન તેમને નથી.

નરેન્દ્ર મોદીની સગાઇ માત્ર 13 વર્ષની ઉમરમાં જ થઇ ગઈ હતી. પરંતુ તેના વિવાહ 18 વર્ષની આયુમાં કરવામાં આવ્યા હતા. પરંતુ તેનો લગ્ન સંચાર પૂર્ણ ક્યારેય ન થયો. જેના કારણે નરેન્દ્ર મોદી અને યશોદા બહેને પોતાના અલગ અલગ રસ્તાઓ નક્કી કરી લીધા. કેમ કે નરેન્દ્ર મોદી બ્રહ્મચર્યનું પાલન કરવા માંગતા હતા.

નરેન્દ્ર મોદી એક નિર્ણયકર્તા (Decision Maker) છે. તે ક્યારેય પોતાના નિર્ણયો તેના મંત્રી સમૂહને નથી જણાવતા. માત્ર તેના પર નિર્ણય આપીને કાર્ય કરવા માટે સુચન કરે છે. આજ સુધી નરેન્દ્ર મોદીનો કોઈ પણ ધનિક મિત્ર નથી. તે ક્યારેય અમીર કે ગરીબ કોઈને નથી ગણતા. માત્ર માનવતા ધર્મને જ માને છે.

નરેન્દ્ર મોદી એક કઠીન ટાસ્ક માસ્ટર છે. સરકારી અધિકારીઓને પોતાની સરકાર અને લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે એક મશીન સમજે છે. તેને નવી નવી ટેકનોલોજી અને નવા સંસાધનો અજમાવવા તેની ઉત્સુકતા વધારે હોય છે. તે કામની બાબતમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારની બાનછોડ નથી કરતા. તેનાથી દરેક અધિકારીઓ ખુબ સચેત રહે છે.

  તે આજ સુધી સફળ રહ્યા તેનું મુખ્ય કારણ છે તે તેની આસપાસ રહેતા દરેક લોકોની ઉપયોગીતાને સમજી શકે છે. અને બીજું કે તે સમયનો પુરેપુરો ઉપયોગ કરી જાણે છે. તે હર કોઈને માન સમ્માન આપે છે.

નરેન્દ્ર મોદી પોતાની ભાવનાઓને તેના પ્રશંસકોની સામે જતાવે છે. તે ક્યારેય પણ આલોચકોને સીરીયસ નથી લેતા. જે તેમના વિજયનું મુખ્ય કારણ છે.  નરેન્દ્ર મોદીને ખાવામાં માત્ર ગુજરાતી ભોજન જ વધારે પસંદ કરે છે. પરંતુ નરેન્દ્ર મોદીને ભાખરી અને ખીચડી જમવામાં વધારે પસંદ છે. તેમને ખાવાનું બનાવતા પણ આવડે છે.

નરેન્દ્ર મોદીએ અનેક સાધુઓ સાથે સંબંધો વિકસાવેલા છે. જેમની સાથે તે ઘણા વર્ષો રહ્યા પણ હતા. ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તે પહેલા ઘણા સાધુ સાથે સાધનો પણ કરવા જતા હતા.

પૈસાની બાબતમાં મોદી ખુબ જ ચતુર છે, અને મંત્રીઓને પણ ઓછા પૈસામાં વધારે કામ કરવાની પ્રાથમિકતા આપે છે. તેની પાસે આજ સુધીમાં કોઈ પણ મોટી સંપત્તિ છે એવું સામે નથી આવ્યું. તે પૈસાની બાબતમાં ખુબ જ ચોક્કસપણે સચેત રહે છે.

નરેન્દ્ર મોદી રોજ સવારે ઉઠીને સોશિયલ મીડિયામાં લોકો દ્વારા કહેવાયેલી વાતોને અવશ્ય જુવે છે. અને સમાચાર પત્રમાં પણ તે પોતાના વિશે આલોચકો દ્વારા કહેવાયેલી વાતોને અવશ્ય વાંચે છે.

નરેન્દ્ર મોદીને દર્પણ સાથે ખુબ જ લગવ છે. તે એક મોડેલની જેમ કેમેરાની સામે પોઝ આપતા હોય છે. તે પ્રચાર માટે મોકલેલી તસ્વીર માટે ખુબ જ સજાગ રહે છે. નરેન્દ્ર મોદી આજે ભારતમાં દરેક જગ્યાને ચોખ્ખી જોવા માંગે છે. એટલા માટે તે કોઈ પણ જગ્યાએ જાય ત્યાંની મ્યુનિસિપલ તે જગ્યા પર તરત જ સાફસફાઈ કરાવી નાખે છે.

તો મિત્રો આ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની થોડીક સત્ય અને અંગત વાતો. તો મિત્રો કોમેન્ટ કરીને જણાવો તમને આમાંથી નરેન્દ્ર મોદીની કંઈ બાબત સૌથી વધારે પંસદ આવી ?

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment