ડોકટરે કહ્યું, કે આ બે વર્ષ પણ નહી જીવે પણ તે ખાલી મગજના આધારે જ ૪૦ વર્ષ જીવી બતાવ્યા.

 અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

જાણો કઈ રીતે આ મહાન માણસે ખાલી મગજના આધારે ૪૦ વર્ષ જીવીને ૧૨ આંતરરાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા.

Image Source :
મિત્રો આજકાલ આપણે ન્યૂઝમાં જોતા જ જોઈએ છીએ કે ઘણા બધા આત્મહત્યાના કેસ આવતા હોય છે.  માણસ જિંદગી સામે હારી જાય છે બધી સમસ્યાઓનો ઉકેલ તેને મોત લાગે છે અને પછી મજબુર થઈને આત્મહત્યાનો ભોગ બને છે. પણ ખરા અર્થમાં જોઇએ તો આત્મહત્યા એ સમસ્યાનો ઉકેલ નથી પણ આપણા નબળા મનના વિચારો છે.

 

માણસ માટે કોઈ પણ મુશ્કેલી તેની જિંદગી કરતા મોટી નથી હોતી આપણે ખૂબ જ નસીબદાર છીએ કે આપણને મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો છે તો આપણે જિંદગીનું મૂલ્ય સમજવું જોઈએ. Image Source :
આમ પણ જિંદગી એક જ વાર મળે છે તો મિત્ર તેને મન ભરીને માણી લેવી જોઈએ. આજે આપણે એક એવા વૈજ્ઞાનિકની વાત કરવા જઈ રહ્યા છીએ જેની સામે આપણી મુશ્કેલીઓ તો કંઈ જ ન કહેવાય. આ વાત બીજા કોઈની નહીં પણ વિશ્વના મહાન વૈજ્ઞાનિકોમાંથી એક વૈજ્ઞાનિક એવા સ્ટીવન હોકિંગ ની છે.

કે જેમણે પોતાના જન્મદિવસે કીધું હતું કે “હું હજુ જીવવા માગું છું” જેને સાંભળી દુનિયા એક ઘડી માટે અચંબિત થઈ ગઈ હતી. આવો આજે આપણે એવા પ્રભાવી વૈજ્ઞાનિકના  પ્રેરણાદાયી જીવન વિશે જાણીએ.

 

Image Source :
8 જાન્યુઆરી 1942ના દિવસે ઇંગ્લેન્ડના oxford શહેરમાં તેમનો જન્મ થયો હતો. પિતા ફ્રેન્ક હોકિંગ અને માતા ઈસાબેલ હોકિંગને ત્યાં સ્ટીફન હોકિંગનો જન્મ થયો તેમના પપ્પા ડોક્ટર અને માતા હાઉસ વાઇફ હતા. નાનપણથી જ સ્ટીફન હોકિંગ ખૂબ જ બુદ્ધિશાળી હતા. નાનપણમાં લોકો તેને આઇન્સ્તૈન  કહીને બોલાવતા.

જ્યારે તે ૨૧ વર્ષના હતા ત્યારે રજાઓ માણવા પોતાના ઘરે આવ્યા હતા. ત્યારે સીડીઓ પરથી ઉતરતી વખતે તેમને બેહોશીનો અનુભવ થયો હતો અને નીચે પડી ગયા હતા. એમને ડોક્ટર પાસે લઇ જવામાં આવ્યા શરૂઆતમાં તો બધાએ નબળાઈને લીધે ચક્કર આવ્યા હશે એવુ માન્યુ પણ વારંવાર આવું થવાથી તેમને મોટા ડોક્ટર પાસે લઇ ગયા ત્યાં ખબર પડી કે, સ્ટીફન એક એવી અજાણ અને કોઈ દિવસ મટીના શકે તેવી બીમારીથી પીડાઈ રહ્યા છે. જેનું નામ છે “ન્યૂરોન મોટોર્ર ડિસીસ”.

Image Source :
આ બીમારીમાં શરીરના બધા અંગો ધીમે ધીમે કામ કરવાનું બંધ કરી દે છે. અને અંતે શ્વાસ નળી બંધ થવાથી દર્દી રૂંધાઈને મૃત્યુ પામે છે. ડોક્ટરે કહ્યું હતું કે સ્ટીફન  માત્ર બે જ વર્ષના મેહમાન છે. પણ હોકિંગ ધીમે ધીમે પોતાની ઇચ્છાશક્તિ પર મક્કમ રહ્યા હતા. અને તેમણે કહ્યું હતું કે હું બે વર્ષ નહીં, ૨૦ વર્ષ નહીં પણ પૂરા ૪૦ વર્ષો સુધી જીવીશ. એ સમયે બધા લોકોએ તેમને દિલાસો આપવા હા માં હા પાડી દીધી આજે દુનિયા જાણે છે કે, તેમણે જે કીધું એ કરી બતાવ્યું છે.

તેની આ બીમારીના ચાલતા તેઓએ પીએચડી પૂરું કર્યું અને તેની પ્રેમિકા જૈન વાઈલ્ડ સાથે લગ્ન કર્યા. ત્યાં સુધી તેમણે તેમના શરીરનો આખો ભાગ કામ કરતો બંધ થઈ ચૂક્યો હતો. તેઓએ લાકડીના સહારે ચાલતા હતા તેની આ બીમારીના ચાલતા તેઓએ પીએચડી પૂરું કર્યું. હવે હોકિંગે પોતાના વૈજ્ઞાનિક જીવનની સફર ચાલુ કરી હતી અને ધીમેધીમે તેમની નામના સમગ્ર વિશ્વમાં ફેલાઇ ચૂકી હતી.

Image Source :
પણ બીજી બાજુ તેમનું શરીર તેમનો સાથ છોડી રહ્યું હતું. ધીમે ધીમે એમના શરીરનો જમણો ભાગ પણ કામ કરતો બંધ થઈ ગયો હતો પણ તેમણે આ વસ્તુ પર ધ્યાન ન દઈને પોતાના વિજ્ઞાનજગતમાં જ ધ્યાન પરોવ્યું. બિમારી વધવાથી વિલચેરની જરૂર પડી તેમણે એ પણ આપી અને હા એમની એચ.એલ ટેકનિકલી ખૂબ જ સુસજ્જ હતી લોકો જોતા રહી ગયા અને હોકિંગ મોતને માત પર માત દેતાં રહ્યા.

એમની ઈચ્છાશક્તિ જાણે એમનો મહામૃત્યુંજય બની ગઈ પછી તે ત્રણ બાળકોના પિતા પણ બન્યા. એવું માનવામાં આવે છે કે તે માત્ર શારીરિક રીતે અપંગ હતા માનસિક રીતે નહીં. તેમણે પોતાની બીમારીને વરદાન સ્વરૂપે લીધી. તે પોતાના માર્ગ પર આગળ ચાલતા ગયા અને દુનિયાને બતાવતા ગયા કે તેમની ઇચ્છાશક્તિ અને બુદ્ધિમતાને આપણે કમ ન આંકી શકીએ.

 

Image Source :
તેમણે બ્લેકહોલની થીયરી દુનિયાને આપી તથા રેડિએશનનો વિચાર પણ આપ્યો અને તેમણે લખેલી બુક “A brief history of time” દુનિયાભરમાં વિજ્ઞાન જગતમાં તહલકો મચાવી દીધો.  તેમની પહેલી પત્નીએ તેમને તલાક આપી દીધો અને તેમણે બીજા લગ્ન ઇલિયાના મેસન  સાથે કર્યા કે જેમણે હોકિંગને 2006માં તલાક આપી. પહેલી પત્નીથી તલાકનું કારણે એવું માનવામાં આવે છે કે તે એક ધાર્મિક સ્ત્રી હતી.
જ્યારે સ્ટીફન હોકિંગ એક નાસ્તિક હતા જેના કારણે દુનિયાભરમાં તેમની ટીકાઓ થતી. પણ આ બધાથી દૂર તેઓ પોતાની ખોજમાં આગળ વધતા ગયા અને દુનિયાને બતાવતા ગયા કે અપંગતા તનની હોય છે મનની નહીં. હોકિંગનું આઈ.ક્યુ 160 હતું જે કોઈ જીનીયસ પણ વધારે છે 2007માં તેમણે અંતરિક્ષની સેર પણ કરી જેમાં તે શારીરિક રીતે ફીટ ગણાયા.

Image Source :
તેમણે ભૌતિક વિજ્ઞાનના કુલ ૧૨ પુરસ્કારથી નવાજવામાં આવ્યા. ત્યારબાદ ખૂબ જ દુઃખ સાથે અમારે કહેવું પડે છે કે ૧૪ માર્ચ 2018 ના રોજ ૭૬ વર્ષની ઉંમરે તે અવસાન પામ્યા. પણ મિત્રો આ વૈજ્ઞાનિકમાંથી એક વસ્તુ જીવનમાં ઉતારવા જેવી છે કે આપણે કોઈ દિવસ જિંદગીમાં મુશ્કેલીઓમાંથી ગભરાઈને ગીવ-અપ ન  કરવું જોઈએ. આટલી બધી ગંભીર બીમારી હોવા છતાં પણ પોતે ધારેલી સફળતા ના શિખરો સર કર્યા. જ્યારે આપણે તો શારીરિક રીતે સ્વસ્થ છીએ તો શા માટે હારીને બેસી જઈએ. મિત્રો હોકિંગ મક્કમતા અને જીવન જીવવાની ઈચ્છા શક્તિ જોઈને એક વાત કહેવાનું મન થાય છે કે માણસને કોઈ મુશ્કેલી ત્યાં સુધી નથી હરાવી શક્તી જ્યાં સુધી તે મનથી નથી હારતો.

Image Source :
તો જીવનમાં તમે પણ હોકિંગની જેમ આગળ વધતા રહો અને સફળતા પ્રાપ્ત કરતા રહો એવી આશા સાથે અલ્પવિરામ લઈએ છીએ મિત્રો આ લેખ તમને ગમ્યો હોય તો શેર કરજો.

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “સોશિયલ ગુજરાતી ”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.

ફેસબુક પેજ માટે નીચે ક્લિક કરો..⬇

➡  સોશિયલ ગુજરાતી 

Image Source: Google

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *