સ્ત્રીઓ ખાસ વાંચે કારણ કે તે જે ચાંદલો લગાવે છે તેનાથી થતા સ્વાસ્થ્ય લાભથી અજાણ હશે કદાચ…..

0
1428
views

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 સ્ત્રીઓ ખાસ વાંચે કારણ કે તે જે ચાંદલો લગાવે છે તેનાથી થતા સ્વાસ્થ્ય લાભથી અજાણ હશે કદાચ….. 💁

🔴 મિત્રો તમે જોયું હશે કે સ્ત્રીઓ જ્યારે ચાંદલો લગાવે છે ત્યારે તેની સુંદરતા પર ચાર ચાંદ લાગી જાય છે. કારણ કે તે સ્ત્રીનો એક એવો શૃંગાર છે કે જે સ્ત્રીના ચહેરાની શોભા વધારે છે. પરંતુ  મિત્રો જમાનો મોર્ડન છે અને આપણે જાણીએ જ છીએ કે ભારતના લોકો પશ્વિમી સંસ્કૃતિ અપનાવતા થયા છે. જેથી આપણા અમૂક નિયમોને લોકો પાળતા નથી. માટે કોઈ સ્ત્રીઓ એવી પણ હોય કે જેમને ચાંદલો કરવો પસંદ ન પણ હોય. પરંતુ ઘણી ઓછી મહિલાઓ હોય છે જેને ચાંદલો ન ગમતો હોય.

Image Source :

🔴 પરંતુ હિંદુધર્મમાં લગભગ બધી પરણેલી સ્ત્રીઓ ચાંદલો લગાવતી જ હોય છે. જે તેના મુખને વધારે આકર્ષિત બનાવે છે પરંતુ ઘણી ઓછી મહિલાઓને ખબર હોય છે કે આ ચાંદલો કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભો પણ થાય છે. માટે દરેક સ્ત્રીએ આ આર્ટીકલ ખાસ વાંચવો જેથી તેમને ખબર પડે કે તેમણે કપાળમાં લગાવેલો નાનો ચાંદલો પણ ઘણું સારું કામ કરી જાય છે.

Image Source :

🔴 મિત્રો ચાંદલો લગાવવાથી પહેલો ફાયદો આપણા શરીરને એ થાય છે કે ચાંદલો લગાવવાથી તમારા ચહેરાનો ઉપરના ભાગને શાંતિ મળે છે. જેથી તમારા ચહેરાનો ઉપરનો ભાગ ખુબ શાંત રહે છે અને તેના કારણે સારી ઊંઘ પણ આવે છે અને માથાનો દુઃખાવો પણ ઓછો થાય છે. જ્યારે પણ માથું દુઃખતું  હોય ત્યારે ચાંદલો લગાવ્યો હોય ત્યાં હળવા હાથે મસાજ કરવામાં આવે તો દુઃખાવામાં રાહત મળે છે.

Image Source :

🔴 મિત્રો દરેક સ્ત્રીને આ જાણીને આશ્ચર્ય લાગશે કે ચાંદલો તમારી ત્વચાને ઝડપથી વૃદ્ધ થવા દેતો નથી. કારણ કે ચાંદલો લગાવવાથી ચહેરા પર કરચલીઓ પડતી નથી કારણ કે તે માંસપેશીઓને મજબુત બનાવશે માટે તમારી ત્વચા ટાઈટ રહેશે. જેના કારણે તમે લાંબા સમય સુધી તમારો ચહેરો યંગ દેખાશે. છે ને ફાયદાની વાત તો જે સ્ત્રીઓ ચાંદલો નથી લગાવતી તે આજે જ ચાંદલો લગાવવાનું ચાલુ કરી દે.

🔴 મિત્રો તમે જ્યાં ચાંદલો લગાવો છો તેની નસ અને આંખોની નસ એકબીજાથી જોડાયેલ હોય છે. માટે જો ચાંદલો લગાવવામાં આવે તો તેનાથી આંખને પણ ફાયદો થાય છે.

Image Source :

🔴 આપણે આગળ જાણી ગયા કે ચાંદલો લગાવવાથી આપણું મન વગેરે શાંત રહે છે પરંતુ એટલું જ નહિ ચાંદલો લગાવવાથી માનસિક તણાવ પણ દૂર રહે છે.

🔴 પરંતુ મિત્રો ચાંદલો કેવો લગાવવો તે પણ એક મહત્વનો મુદ્દો છે. તમે કંઈ જગ્યાએ ચાંદલો લગાવો છો તેની સાથે એ પણ ખુબ મહત્વની વાત બની જાય છે કે તમારો ચાંદલો કઈ સામગ્રીમાંથી બનેલો છે. પહેલાના જમાનામાં સ્ત્રીઓ કંકુ, ચંદન કે ભભૂતનો ચાંદલો લગાવતી જે સૌંદર્યની સાથે સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે. કારણ કે આ સામગ્રીઓ શીતળ હોય છે.

Image Source :

🔴 કંકુ, હળદર અને લાઈમ આ ત્રણ વસ્તુના મિશ્રણમાંથી પણ ચાંદલો બનાવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી છે. આ વસ્તુમાંથી બનાવેલા ચાંદલામા એન્ટીબેક્ટેરીયલ ગુણો હોય છે જે ઇન્ફેક્સનથી બચાવે છે.

🔴 તો મિત્રો તમારે ચાંદલા દ્વારા થતા ફાયદાઓનો પૂરેપૂરો લાભ ઉઠાવવો હોય તો ઉપર જણાવેલ કોઈ પણ સામગ્રીઓનો ઉપયોગ કરવો. સૌથી સસ્તો અને સરળ ઉપાય છે કંકુનો ચાંદલો કારણ કે દરેક ઘરમાં કંકુ તો હોય જ છે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજઅવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google