માત્ર ચાની ભૂકી અને ચોખાના ઉપયોગથી બનાવો વાળને લાંબા અને સૂંદર, બ્લેક અને શાઈની…આમ ઉપયોગ કરજો

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

👩 માત્ર ચાની ભૂકી અને ચોખાના ઉપયોગથી બનાવો વાળને લાંબા અને સૂંદર.. 👩

એકવાર આ લગાવીને જૂઓ પછી તમને જણાશે કે તમારા વાળ કેટલા લાંબા થઇ જાય છે.આ ઉપચાર એકદમ આયુર્વેદિક છે હર્બલ છે. બજારમાં મળતા કેમિકલયુક્ત પ્રોડક્ટ જેવો નથી કે જે તમારા વાળને નુકસાન પહોચાડે છે. આ ઉપરાંત તે પ્રોડક્ટ તો મોંઘા પણ હોય છે અને આપણા વાળને નુકસાન પણ પહોચાડે છે. પરંતુ આ હર્બલ પ્રોડક્ટ તમારો ખર્ચો પણ બચાવશે અને તેનાથી ફાયદો પણ બમણો થશે.Image Source :

મિત્રો આજે અમે તમારા વાળને લાંબા બનાવવા માટે જે ઉપચાર જણાવવા જઇ રહ્યા છીએ તેમાં વપરાતી સામગ્રી ખુબ જ સરળતાથી બધાના ઘરમાંથી મળી રહે છે. જેનો ઉપયોગ કરી તમે તમારા વાળને લાંબા બનાવી શકો છો. મિત્રો ઋતુ બદલાતા તેની અસર તમારા વાળ પર પણ થતી હોય છે. વાળ ખરવા, વાળનો ગ્રોથ અટકી જવો વગેરે જેવી સમસ્યાઓ થતી હોય છે. જો તમારા વાળ સાથે પણ આ સમસ્યા છે તો તમારા માટે આ આર્ટીકલ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

👩 આ ઉપચાર બનાવવા માટે જોઈતી સામગ્રીઓ:

બે થી ત્રણ  ચમચી ચાની ભૂકી જો તમારા વાળની સાઈઝ નોર્મલ હોય તો (પરંતુ જો તમારા વાળ લાંબા કે ટૂંકા હોય તે પ્રમાણે વધારે કે ઓછી ભૂકી લઇ શકો છો.)

એક નાનો વાટકો ચોખા

પાણી ચાર ગ્લાસ

આ ઉપચાર બનાવવાની રીત:

સૌપ્રથમ એક તપેલીમાં ચાર ગ્લાસ પાણી નાખો.

ત્યારબાદ તેમાં ચાની ભૂકી ઉમેરી દો.

ત્યારપછી તેમાં એક નાનો વાટકો ચોખા લીધા છે તે પણ ઉમેરી દો.

હવે તેને ગેસ પર ગરમ થવા માટે મૂકી દો.

હવે આ ચોખાને ચાની ભુકીના પાણીમાં ઉકાળવાનું છે. ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તેમાં એક ગ્લાસ પાણીનાં બચે.

હવે જ્યારે તેમાં એક ગ્લાસ જેટલું પાણી બચે ત્યારે ગેસ બંધ કરી દો.

હવે તે પાણીને તમારે ગાળી લેવાનું છે.

તેને ઠંડુ થાય પછી વાળ માટે ઉપયોગમાં લેવાનું છે.Image Source :
👩 વાળમાં આ રીતે લગાવવું:

પહેલા સવારે તમારા વાળને શેમ્પુથી ધોઈ લેવાના છે.

શેમ્પુથી ધોયા બાદ તમારે આપણે જે પાણી બનાવ્યું હતું તેનાથી વાળ ધોઈ લેવાના છે.

ત્યારબાદ તમારે સાદા પાણીથી વાળને ધોવાના નથી.

આ પ્રયોગ તમે અઠવાડિયામાં બે વખત કરી શકો છો. તમને થોડા જ દિવસોમાં તમારા વાળમાં તફાવત જોવા મળશે.

હવે તમને એવું લાગશે કે ભૂકી અને ચોખાની મદદથી વાળ કઈ રીતે વધે પરંતુ અમે તમને જણાવી દઈએ કે ચીનના લોકો ચોખાનો ઉપયોગ પોતાના વાળ અને સ્કીન પર કરતા આવ્યા છે. ચોખામાં પીટેરા નામનું કમ્પાઉન્ડ રહેલું છે જે બ્લડ સર્ક્યુલેસન વધારે છે જેથી વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે. તેમજ બે મોઢા વાળા થઇ ગયા હોય તો તે પણ દૂર થાય છે અને વાળનો ગ્રોથ વધે છે તેમજ વાળ લાંબા થાય છે.Image Source :

હવે વાત કરીએ આપણે લીધેલી બીજી સામગ્રીની તો તે ચાની ભૂકી છે જેમાં કેફીન નામનું તત્વ રહેલું હોય છે. જે આપણા વાળના મૂળને મજબૂત બનાવે છે તેમજ આપણા વાળને દરેક પ્રકારના ઇન્ફેક્શનથી દૂર રાખે છે. જેના કારણે વાળ ખૂબ જ હેલ્ધી બને છે આ ઉપરાંત ચાની ભૂકીના કારણે વાળને ખૂબ જ સાઈની પણ થશે.

તો આ રીતે ચોખા અને ચાની ભુકીનું આ રીતે સરળતાથી પાણી ઉકાળી તેનો માત્ર અઠવાડિયામાં બે વખત ઉપયોગ કરીને તમારા વાળને લાંબા, કાળા અને સૂંદર બનાવી શકો છો. આ ઉપરાંત જો તે નિયમિત દરેક અઠવાડિયે બે વખત તમારા વાળમાં આ પ્રયોગ કરશો તો ધીમે ધીમે તમારા સફેદ વાળની સમસ્યા પણ દૂર થવા લાગશે. તેમજ આ ઉપચારની સૌથી ખાસ વાત એ છે કે આ ઉપચાર દરેક પ્રકારના વાળને શૂટ કરશે.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *