નકામા દોરાનો નો ઉપયોગ કરીને બનાવો ઓર્નામેન્ટ્સ [અલંકારો, ઘરેણા] નવરાત્રી માટે… વેસ્ટમાંથી બેસ્ટ

0
677
views

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 કોકડી એટલે કે દોરાની ખાલી દડીનો ઉપયોગ કરીને બનાવો ઓર્નામેન્ટ્સ [અલંકારો, ઘરેણા] નવરાત્રી માટે.. 💁

મિત્રો નવરાત્રી ચાલુ થઇ ગઈ છે. હવે ગુજરાતીઓ દિલ ખોલીને ગરબે રમશે અને ગુજરાતની સુંદરીઓ સોળે શણગાર સજીને ગરબે ઘૂમતી જોવા મળશે. નવરાત્રી એ ગુજરાતીઓનો મહત્વનો તહેવાર છે અને નવ દિવસ સુધી લોકો ખુબ જ મોજથી ગરબે રમે છે. પરંતુ મિત્રો ગરબામાં પણ તમે જોયું હશે કે મહિલાઓ ટ્રેડીશનલ પોશાક પહેરે છે તેમજ તેમના આભુશણો પણ ટ્રેડીશનલ જ હોય છે.Image Source :

તો આજનો અમારો આર્ટીકલ દરેક મહિલા માટે ખુબ જ ઉપયોગી છે કારણ કે આજે અમે તમને વેસ્ટમાંથી બેસ્ટ, ટ્રેડીશનલ વેસ્ટ બેલ્ટ એટલે કે કમરે બાંધવાનો કંદોરો બનાવવાની રીત જણાવીશું. તમે વિચારી પણ ન શકો કે દોરાની દડી ખાલી થઇ જાય ત્યારે તેનો તમે આટલો સરસ ઉપયોગ પણ કરી શકો છો. પરંતુ મિત્રો આજનો અમારો આ આર્ટીકલ વાંચ્યા બાદ તમે દોરાની દડી સાચવીને ભેગી કરવાનું ચાલુ કરશો. તો ચાલો જાણીએ કે કંઈ રીતે તમે દોરાની રીલ માંથી ટ્રેડીશનલ કંદોરો બનાવી શકો.

સૌપ્રથમ તો તમારે દોરાની દડી લઇ લેવાની છે. હવે તમારે જે આપણે કાકડીની સ્લાઈસ કરીએ તે જ રીતે તેને કાપી લેવાની છે નાના નાના ગોળમાંથી. એવી રીતે કાપવાની કે એક સામાન્ય કદની કોકડીમાંથી ચારથી પાંચ નાના-નાના ગોળ બનશે રીંગ જેવા.Image Source :

હવે તમારે તેની કિનારી પર જો કાઈ બહાર રહી ગયું હોય સરખું કપાયું નાં હોય તો તેને ફાઈનલ ટચ આપી દો અને કિનારીને એક સરખી કરી દો.

હવે તમારે તે ગોળ રીન્ગનો ઉપયોગ કરીને તેનું ફ્લાવર બનાવવાનું છે. તે માટે પહેલા એક રીંગ લો તેની સાઈડમાં ફેવીકોલ લગાવો અને ત્યારબાદ ત્યાં બીજી રીંગ ચિપકાવી દો. ત્યારબાદ તે બીજી રિંગમાં પણ ફેવિકોલ લગાવો અને ત્રીજી રીંગ ચિપકાવી દો. આ રીતે રીંગ ચિપકાવતાં જાઓ એટલે એક ફ્લાવર બની જશે. ફ્લાવરમાં એક રીંગ વચ્ચે હશે અને બાકીની ચાર થી પાંચ રીંગ તેની ફરતે આવશે.આ રીતે ફ્લાવર બનશે.આ રીતે બધી રીંગમાંથી ફ્લાવર બનાવી લો.

ફ્લાવર બન્યા બાદ તેને ગોલ્ડન કલર અથવા તો કેસરી કા તો પીળા રંગથી કલર કરી લો.Image Source :

ત્યારબાદ ઉનનો એક લાંબો દોરો લઇ લો. ત્યારબાદ સફેદ મોતી લઇ લો અને બીજી વસ્તુ તમારે લેવાની છે તે લટકણમાં જે ગોળ મોટા બોલ આવે છે ઉપર ઉનની પરત ચડાવેલા તે લેવાના છે. મિત્રો તમે અહીં આભલા પણ લઇ શકો છો.

સૌપ્રથમ ઉનમાં ગાંઠ બાંધી લો.

હવે તમારે સોથી પહેલા ઉનમાં ત્રણથી ચાર મોતી પોરવવાના છે ત્યારબાદ તેમાં આપણે નામાવેલ ફ્લાવર પોરવી દેવાનું છે. ત્યારબાદ ઉનનો રંગબેરંગી બોલ પોરવી દેવાનો છે.

આ રીતે સિકવન્સમાં બધું પોરવતા જવાનું છે પહેલા મોતી ત્યારબાદ આપણે બનાવેલ ફ્લાવર અને ત્યારબાદ તેમાં ઉનના બોલ.Image Source :

આ રીતે બધું પોરવી લો. હવે તમારે છેલ્લે ગાંઠ બાંધી દેવાની છે.

હવે તમે જોશો તો તમારો વેસ્ટમાંથી બેસ્ટ બેલ્ટ તૈયાર થઇ જશે.

આ બેલ્ટ બધી મહિલાઓને આકર્ષિત કરશે અને તે એકવાર જરૂર પૂછશે કે આ ક્યાંથી લાવ્યા છો.

મિત્રો તમે આ બેલ્ટમાં તમારી રીતે તમારી ઈચ્છા મૂજબ અન્ય બીજું મટીરીયલ પણ વાપરી શકો છો. આ કંદોરાની ખાસ વાત એ છે કે કોક્ળી માંથી બનાવેલું ફ્લાવર કંદોરાને એક અલગ યુનિક લૂક આપે છે.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here