આંખ નીચેના કાળા કુંડાળાને દુર કરવાના પાંચ સરળ ઉપાય… કોઈ પણ એક ઉપાય કરો

0
6721

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

આંખ નીચેના કાળા કુંડાળાને દુર કરવાના પાંચ સરળ ઉપાય…..

મિત્રો મહિલા હોય કે પુરુષ દરેકને સુંદર દેખાવું પસંદ હોય છે. સુંદર દેખાવું મહિલાઓને પસંદ વધારે હોય છે. મિત્રો અત્યારના સમયમાં હજારો રૂપિયાનો ખર્ચ કરીને મેકપ લગાવીને સુંદર દેખાઈ શકીએ છીએ પરંતુ તે મેકપ ઉતર્યા બાદ આપણે હતા એવા જ દેખાવા લાગીએ છીએ. એટલે કે આઈફોનમાંથી સીધા નોકિયા 1600માં આવી જઈએ.

image source

આપણે હજારો રૂપિયા ખર્ચ કર્યા વગર પણ ઘરેલું ઉપચારથી આપણે મોઢાની સુંદરતાને વધારી શકીએ છીએ. અત્યારે ખાનપાનને લીધે મોઢા ઉપર ખીલ, કાળા દાગ આંખો નીચે કાળા કુંડાળા જેવી સમસ્યાઓ દરેક સ્ત્રીને હોય જ છે. એ આંખો નીચેના કાળા કુંડાળા કાઢવામાં આજે અમે એવા ઉપચાર લઇને આવ્યા છીએ જે તમે ઘરે પણ કરી શકો છો. તો ચાલો જાણીએ તે ઉપાય વિશે.

image source

આંખો અંદર જતી રહી હોય અને કુંડાળા પડી ગયા હોય તો બદામનું તેલ અને મધને બરાબર મિક્સ કરીને રાત્રે સુવાના સમયે આંખો બંધ કરીને મિશ્રણ લગાવીને હળવા હાથે આંખ પર અને તેની આજુબાજુ મસાજ કરવાની કરાવી જોઈએ. ત્રણથી ચાર મહિના આ પ્રયોગ કરવાથી આંખને લગતી બધી જ મુશ્કેલીઓ દુર થશે.

આંખો નીચેના કાળા કુંડાળા લોહીની કમી અને તણાવના લીધે થાય છે. એ કાળા કુંડાળા મટાડવા માટે પલાળેલી બાદમ સવારે ધીરે ધીરે ચાવીને ખાવાથી પણ લાભ થશે. અને બીજું છે બદામનો મીક્ષ્યરમાં પાવડર કરી સવારે એક ગ્લાસ દુધમાં એક ચમચી પાવડર મિક્ષ કરી રોજ પીવાથી ફાયદો થશે.

 

image source

દેશી ગુલાબનું ગુલકંદ રોજ રાત્રે એક ચમચી સેવન કરવાથી પણ ફાયદો થશે. આંખોની સુંદરતા અને ચમક વધારવા માટે ત્રિફળા પાણીથી આંખને ધોવી જોઈએ. તેનાથી આંખોને ખુબ જ ફાયદો થશે. ત્રિફળાનું જળ બનાવવા માટે હરડે, બહેરા અને આંબળા લઈને તેનો પાવડર બનાવી લેવાનો. બધાના પાવડરને 25 ગ્રામ લઇ પીવાના પાણીમાં પલાળવું અને પછી એ પાણીથી આંખો ધોવી. આ ઉપાયથી નેત્રનો બધો વિકાર દુર થાય છે,  આંખની રોશની વધી જશે, ચમક પણ વધી જશે, આંખોનો દુખાવો હોય તો પણ ઠીક થઇ જાય છે, પાંપણ પર રહેલા વાળ પણ કાળા બની રહે છે. નેત્રોની પીળાશ પણ દુર થાય છે અને નેત્રની પ્રાકૃતિક ચમક પાછી આવી જાય છે.

image source

ત્રિફલા ચૂર્ણ અને દળેલી ખાંડ બંનેનું બરાબર માત્રામાં રોજ રાત્રે અડધી ચમચી સેવન કરવું અને એ ચૂર્ણનું સેવન કર્યા બાદ એક ગ્લાસ દૂધ પીવું તેનાથી પણ ફાયદો થશે અને સુંદર આંખનું નિર્માણ થાય છે.

જો મિત્રો તમારા હાથની કોણી કાળી પડી ગઈ હોય તો લીંબુના બે ભાગ કરી. એક ભાગ કોની ઉપર ઘસવું પછી એક કલાક સુધી સુકાવા દેવું. એ સુકાયા બાદ ટુવાલ કે નેપકીન ગરમ પાણીમાં બોળી અને તેનાથી કોણીને સારી રીતે ઘસવી એ રોજે એક અઠવાડિયું કરવાથી કાળાશ દુર થશે.

image source

મિત્રો એક એલોવેરા લઇ તેના કાંટા દુર કરી તેની અંદર રહેલું ચિકાસ વાળું પદાર્થ એક વાટકીમાં કાઢી એ પદાર્થ આંખની નીચે હળવા હાથે લગાવવું પછી એક સ્વચ્છ નેપકીનથી સાફ કરી લેવું. એવું એક અઠવાડિયા સુધી કરવું જેનાથી ખુબ જ ફાયદો થશે.

મિત્રો આ ઉપાયો કરવાથી તમારી આંખો નીચેના કાળા કુંડાળા દુર થશે અને આંખો સુંદર બનશે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here