ઘરે બનાવેલું લીમડાનું આ ફેસવોશ એક વાર બનાવ્યા પછી તમે બીજા ફેસવોશ ક્યારેય નહી વાપરો…

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🧖‍♀️ ઘરે જ બનાવો હર્બલ ફેસવોશ જે કરશે તમારા ચહેરાની દરેક સમસ્યાને છૂમંતર.. 🧖‍♀️

🧖‍♀️ આજે સ્ત્રીઓ તથા પુરુષો બંને પોતાના ચહેરાના ખીલ, ડાઘ વગેરે મટાડવા તેમજ પોતાનો ચહેરો ક્લીન એન્ડ ક્લીયર દેખાડવા માટે અવનવા ફેસવોશનો ઉપયોગ કરતા હોય છે. ટેલિવિઝનમાં કોઈ જાહેરાત આવી નથી ફેસવોશની કે તે ફેસવોશ અપનાવ્યું નથી. તો ક્યારેક કોઈ સલાહ આપે કે આ ફેસવોશનો ઉપયોગ તમારા બધા જ ખીલને ગાયબ કરી દેશે અને ચહેરો સૂંદર બનશે તો તરત જ તે ફેસવોશનો પ્રયોગ લોકો વિચાર્યા વગર જ કરતા હોય છે.Image Source :

🧖‍♀️ મિત્રો ફેસવોશ એ ખૂબ જ સારી વસ્તુ છે કારણ કે જો તમે તમારો ચહેરો વોશ કરશો બહારથી આવીને કે કોઈ અન્ય પરિસ્થિતિમાં તો તે તમારા ચહેરાને સોફ્ટ અને ડસ્ટ ફ્રી રાખે છે. જેના કારણે ખીલ થતા નથી. અને ઓઈલી સ્કીન હોય તો તેને પણ મેઇન્ટેઇન કરે છે જેથી ખિલ થવાની સમસ્યા દૂર થાય છે. પરંતુ મિત્રો બધાની સ્કીન અલગ અલગ હોય છે દરેકને એક જ ફેસવોશ સુટ નથી થતું માટે કોઈની સલાહ માનીને કે કોઈ અન્ય રીતે ગમે તે ફેસવોશનો પ્રયોગ તમારા ચહેરા પર ન કરવો.
પરંતુ મિત્રો આજે અમે એક એવું પ્રાકૃતિક ફેસવોશ લાવ્યા છીએ કે જે કોઈ પણ પ્રકારની તમારી સ્કીન હોય તો પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. ડ્રાય હોય કે ઓઈલી દરેક સ્કીન ટાઈપના લોકો આ ફેસવોશનો ઉપયોગ કરી શકે છે. કારણ કે આ ફેસવોશમાં દરેક સ્કીન ટાઈપને ધ્યાનમાં રાખીને જ સામગ્રી લેવામાં આવી છે. જેથી તમારી ત્વચાને કોઈ આડઅસર નહિ થાય.Image Source :

🧖‍♀️ મિત્રો આ ફેસવોશનો ઉપયોગ દરેક વ્યક્તિએ અવશ્ય કરવો જોઈએ કારણ કે ચહેરાને લગતી દરેક સમસ્યાનો સંપૂર્ણ ઈલાજ છે આ ફેસવોશ. ખીલ હોય, ડાઘ હોય, કે પછી કોઈ ઇન્ફેકશન હોય દરેકને દૂર કરશે કારણ કે આમાં આપણું મુખ્ય અને મહત્વનું ઇન્ગ્રીડીયસ છે લીમડો. મિત્રો બધા જાણે જ છે કે લીમડો એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ફંગલ પ્રોપર્ટી ધરાવે છે. જે ત્વચા સંબંધી દરેક સમસ્યાનો સચોટ ઈલાજ કરે છે. ત્યારબાદ આપણે લીધું છે એલોવેરા જેલ, તો તે તમારી ત્વચાને સોફ્ટ અને સૂંદર બનાવવામાં મદદ કરશે. અને અહીં આપણે કોઈ ફીણ પદાર્થ પેદા કરવા માટે કોઈ પણ કેમિકલનો ઉપયોગ નથી કરતા પરંતુ તેના માટે એક બેબી સોપનો(બાળકો માટે વપરાતો સાબુ )છીએ જેના કારણે જ્યારે તમે ફેસ વોશ કરો તો ફીણ વળે. આપણે બેબી સોપ એટલા માટે લીધો છે કે તે નાના બાળકો માટે વપરાય છે તેથી તેમાં ખુબ જ ઓછી માત્રામાં કેમિકલ હોય છે.

જેથી ત્વચાને કોઈ નુંકશાન કે આડઅસર થતી નથી. ઉલટાનું ત્વચા માટે તો ફાયદો જ ફાયદો છે. અને બજાર કરતા ઘણું સારું ફેસવોશ છે. એકવાર ટ્રાય કરશો આપોઆપ તમને આઈડિયા આવી જશે. પછી તમે આજ ફેસવોશનો ઉપયોગ ચાલુ રાખશો તેવી ગેરેંટી છે. અને આ ફેસવોશ બનાવવા માટે તમારે કોઈ અઘરી પ્રક્રિયા કરવાની નથી ખુબ જ સરળતાથી ઘરે બનાવી શકો છો. તો હવે આપણે સીધા આવી જઈએ ફેસવોશ બનાવવાની રીત જાણીએ.

Image Source :

🧖‍♀️ ફેસવોશ બનાવવા માટે જોઈતી વસ્તુઓ.. 🧖‍♀️

🧖‍♀️ એકથી બે મુઠ્ઠી જેટલા લીમડાના ફ્રેશ પાંદડા,

🧖‍♀️ બે ચમચી એલોવેરા જેલ,

🧖‍♀️ અડધો બેબી સોપ,

🧖‍♀️ પાણી એક ગ્લાસ,

🧖‍♀️ ફેસવોશ બનાવવાની રીત:- 🧖‍♀️ 

🧖‍♀️ સૌપ્રથમ લીમડાના પાંદડાને ધોઈને સાફ કરી લો. 🧖‍♀️

🧖‍♀️ ત્યાર બાદ પાંદડાને એક તપેલીમાં નાખો અને તેમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરો.

🧖‍♀️ હવે તેને ગેસ પર મૂકી ધીમા તાપે ઉકાળવાનું છે. જેથી લીમડાના બધા જ તત્વો પાણીમાં ભળી જાય.

Image Source :

🧖‍♀️ તેને પંદરથી વીસ મિનીટ ઉકાળવાનું છે. 🧖‍♀️

🧖‍♀️ પંદરથી વીસ મિનીટ બાદ તમે જોશો કે પાણીનો કલર લીલો થઇ ગયો હશે. આ રીતે પાણી લીલા રંગનું થઇ જાય ત્યાર બાદ ગેસ બંધ કરી દો અને તેને ચમચીની મદદથી હલાવી લો. ત્યાર બાદ તેને બેથી ત્રણ મિનીટ સુધી ઢાંકીને રાખો.

🧖‍♀️ ત્યાર બાદ તેને ગરણીની મદદથી ગાળી લો.

🧖‍♀️ હવે તે લીમડાના પાણીનો ઉપયોગ કરવાનો છે આપણું ફેસવોશ બનાવવા માટે.

🧖‍♀️ હવે અડધો બેબી સોપ(બાળકો માટે વપરાતો સાબુ) લઇ લો અને તેના નાના ટૂકડા કરી નાખો અને તેને લીમડાનું જે ઉકાળેલું પાણી હતું તેમાં ઉમેરી દો.

Image Source :

🧖‍♀️ હવે તમારે તે મિશ્રણને ડબલ બોઈલ કરવાનું છે. તેના માટે એક તપેલીમાં પાણી ગરમ કરો અને તેની ઉપર આપણું મિશ્રણ પકડી રાખો અને

🧖‍♀️ પાણીની વરાળને ગરમ કરી સાબુને મેલ્ટ કરી લો લીમડાના પાણી સાથે.

🧖‍♀️ જ્યારે તે એકરસ થઇ જાય ત્યાર બાદ ગેસ બંધ કરી દો અને તે મિશ્રણમાં બે ચમચી એલોવેરા જેલ ઉમેરી દો અને બરાબર હલાવીને મિક્સ કરી લો અને તેને ઠંડુ થવા દો.

🧖‍♀️ ઠંડુ થયા બાદ તેને એક બોટલમાં ભરી લો અને હવે ફેસવોશ તૈયાર છે તમારો ચહેરો સાફ કરવા માટે.

🧖‍♀️ તો મિત્રો આ ફેસવોશનો નિયમિત ઉપયોગ તમારી ત્વચા માટે ખુબ જ લાભદાયી સાબિત થશે. માટે છોડો હવે બજારમાં મળતા કેમીકેલ વાળા ફેસવોશ અને અપનાવો આ નેચરલ લીમડાનું ફેસવોશ.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment