Beauty Tips

સરળતાથી 20 રૂપિયામાં બનાવો વાસણ સાફ કરવાનું લીક્વીડ… જે ચાલશે લાંબા સમય સુધી

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🍽 સરળતાથી વીસ રૂપિયામાં બનાવો વાસણ સાફ કરવાનું લીક્વીડ.. 🍽

🍽 મિત્રો આજે અમે એક ખુબ જ કામની વસ્તુ શેર કરવા જઇ રહ્યા છીએ. તમે બજારમાંથી વાસણ સાફ કરવાનું લીક્વીડ ,પાવડર તથા સાબુ તો ખરીદતા જ હશો. પરંતુ બજારમાં મળતા લીક્વીડ થોડા મોંઘા મળતા હોય છે તે ઉપરાંત તે લીક્વીડ ખતમ પણ જલ્દી થઇ જતા હોય છે. જેથી વારંવાર તમે બજારમાંથી લીક્વીડ પૈસા આપીને ખરીદતા હોઈએ છીએ. પરંતુ આજે અમે એક ખૂબ જ ઉપયોગી એવી વસ્તુ બનાવવાની રીત શેર કરવા જઇ રહ્યા છીએ જે તમારા વાસણ સાફ કરવાના લીક્વીડના પૈસા બચાવશે.

Image Source :

🍽 હા મિત્રો, તમે એવું વિચારતા હશો ને કે ભાઈ લીક્વીડ કંઈ રીતે ઘરે બનાવી શકાય. પરંતુ આજે તમે અમારો આ આર્ટીકલ વાંચશો ત્યાર બાદ તમને ખ્યાલ આવી જશે કે તમે વાસણ સાફ કરવાનું લીક્વીડ પણ ઘરે બનાવી શકો છો. અને તે પણ સરળતાથી મળી રહે તેવી વસ્તુનો ઉપયોગ કરીને તમે ઘરે જ એક સૂંદર અને અસરકારક લીક્વીડ બનાવી શકો છો. જે તમારા ગમે તેવા ગંદા અને તેલવાળા વાસણની ચિકાસ દૂર કરી તેને ચમકાવશે. જો તમે એક વાર આ લીક્વીડ વાપરશો વાસણ સાફ કરવા માટે પછી તમે દરેક વખતે આ જ લીક્વીડનો ઉપયોગ કરશો.

🍽 વાસણ સાફ કરવાનું લીક્વીડ બનાવવા માટે જોઈતી સામગ્રી:- 🍽

👉 પાંચ લીંબુ,

👉 70 ml વિનેગર, (વિનેગર તમને કોઈપણ મોટા સ્ટોર માંથી મળી રહેશે.)

👉 અડધો કપ મીઠું,

👉 બે કપ જેટલું પાણી,

Image Source :

🍽 વાસણ સાફ કરવાનું લીક્વીડ બનાવવાની રીત:- 🍽

🍽 સૌપ્રથમ એક લીંબુના ચાર ટૂકડા કરી લો. એવી રીતે બધા જ લીંબુના ચાર ચાર ટૂકડા કરી લો.

🍽 લીંબુના બી હોય તે કાઢી લો.

🍽 હવે એક કડાઈમાં એક કપ પાણી લઇ લો.

🍽 હવે તેમાં લીંબુના ટૂકડા નાખી દો.(લીંબુને પાણીમાં આ રીતે ગરમ કરવાથી લીંબુનું ઓઈલ અને તત્વ બધું બરાબર મિક્સ થઇ જાય છે અને સુગંધ પણ ખૂબ જ સારી આવશે.)

🍽 ગેસને ધીમો કરી દો અને લીંબુને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી લીંબુની છાલ મુલાયમ થઇ જાય ત્યાં સુધી લીંબુને પાણીમાં પકવો.(જો તમારા લીંબુ સાઈઝમાં મોટા હોય તો તમારે પાણીનો જરૂરીયાત મૂજબ વધારે પણ ઉપયોગ કરી શકો છો.)

🍽જ્યા રે લીંબુની છાલ મુલાયમ થઇ જાય ત્યારે ગેસ બંધ કરી દો. હવે તમારે તેમાં પાણી રહેવા દેવાનું છે સાવ પાણી બાળી દેવાનું નથી.

🍽 હવે તે પાણીને ઠંડુ થવા દો.

Image Source :

🍽 ઠંડુ થયા બાદ લીંબુના ટુકડાવાળું પાણી મીક્ષ્યરમાં પીસવાનું છે. તેના માટે તેને મીક્ષ્યરમાં નાખી દો ત્યાર બાદ તેમાં એક કપ પાણી ઉમેરી દો.

🍽 ત્યાર બાદ તેને મીક્ષ્યરમાં પીસી લો.

🍽 મીક્ષ્યરમાં પીસાય ગયા બાદ તેને એક ગરણીની મદદથી ગાળી લો જેથી લીંબુની છાલ હોય તે નીકળી જાય.

🍽 હવે જે પાણી ગાળ્યું છે તેને ફરી ગેસ પર ધીમા તાપે  ગરમ કરવા મૂકી દો.

🍽 હવે તે પાણીમાં અડધો કપ મીઠું અને 70 ml વિનેગર ઉમેરી દો.

🍽 મીઠું અને વિનેગર ઉમેર્યા બાદ તેને પંદર મિનીટ સુધી તેને ગેસ પર ગરમ કરવા મૂકી દો.

🍽 ત્યાર બાદ ગેસ બંધ કરી આ લીકવીડને ઠંડુ થવા દો.

Image Source :

🍽 ઠંડુ થયા બાદ તેને એક બોટલમાં ભરી દો. હવે તમે તેનો ઉપયોગ વાસણ સાફ કરવા માટે લઇ શકો છો.

🍽 મિત્રો આ લીક્વીડમાં તમે વાસણને સાફ કરતા હશો ત્યારે કોઈ ફીણ નહિ વળે પરંતુ તમારા વાસણની ગંદકી અને ચિકાસ તરત જ સાફ થઇ જશે. તેમ છતાં અમૂક બહેનોને એવી આદત હોય કે જ્યાં સુધી ફીણ ન વળે ત્યાં સુધી સંતોષ ન થાય તો તે મહિલાઓ માટે પણ એક ઓપ્શન છે તે મહિલાઓ આ લીક્વીડમાં માત્ર બે ચમચી બજારના લીક્વીડની ઉમેરી દેશે એટલે આ લીક્વીડમાં પણ બજારમાં મળતા લીક્વીડ જેવા ફીણ વળશે.

🍽 મિત્રો જો તમે બે ચમચી બજારના લીક્વીડની નાખો તો તે તમને કાઈ મોંઘી ન પડે કારણ કે તમારી એક બોટલમાંથી આવી ઘણી બધી બોટલ બની જશે લીંબુમાંથી બનાવેલા લીક્વીડની, માત્ર બે ચમચી લીંબુના લીક્વીડમાંથી તમે તમારા ગંદા અને ચીકણા વાસણો ચમકાવી શકો છો. માટે એક વાર માત્ર પાંચ લીંબુમાંથી લીક્વીડ બનાવી લો અને આખો મહિનો ચલાવો ઘરે બનાવેલુ લીક્વીડ.જે બજાર કરતા તમને ક્યાય સસ્તું પડશે ઘરે બનાવવું અને ખાલી ખોટા લીક્વીડમાં વ્યય થતા પૈસા પણ બચી જશે.

🍽 મિત્રો તમને એમ થાય કે હવે એક મહિના માટે આવી લપ કોણ કરે ઘરે તેના કરતા ભલે વધારે પૈસા બગડે પરંતુ બજારમાંથી લીક્વીડ ખરીદી લઈએ તો વિચારો કે એક મહિનાના વધારાના પૈસા બાર મહિનાના ભેગા કરો તો ઘણા બધા થાય. માટે દરેક ગૃહિણી એ આ રીતે પૈસાની બચત થતી હોય તો કરવી જોઈએ અને બચેલા પૈસાનો ઉપયોગ કોઈ અન્ય જરૂરીયાતમાં કરવો જોઈએ.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *