પાર્લરમાં પૈસા ન ખર્ચો …  હેર સ્પા કરો હવે ઘરે જ પ્રાકૃતિક ઉપચારથી…  ઘર બેઠા બનાવો તમારા વાળ મુલાયમ, રેશમી, અને મજબૂત

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🧖‍♀️ હેર સ્પા કરો હવે ઘરે જ પ્રાકૃતિક ઉપચારથી…  🧖‍♀️

🧖‍♀️ દરેક સ્ત્રી એવું ઈચ્છતી હોય છે કે તેના વાળ ખૂબ જ સિલ્કી, શાઈની, મુલાયમ અને મજબૂત હોય. તો મિત્રો તેના માટે તમારે આ આર્ટીકલ ખાસ વાંચવો જોઈએ કારણ કે આજના અમારા ઉપચારથી તમારા વાળ ખૂબ જ સુંદર બનશે સાથે સાથે તમારો માનસિક તણાવ પણ દૂર થશે. મિત્રો તમને ખબર છે મોટા ભાગે તમારા વાળ તણાવના કારણે જ ખરતા હોય છે. તો આ પદ્ધતિ પ્રાચીન સમયમાં પણ સ્ત્રીઓ અપનાવતી હતી. જ્યારે આજે આ પદ્ધતિ અને ઉપચાર માટે સ્ત્રીઓ બ્યુટી પાર્લરમાં જતી હોય છે. પરંતુ તે ત્યાં બ્યુટી પાર્લરમાં કોઈ પ્રાકૃતિક રીતે તમારા વાળને  ટ્રીટમેન્ટ નથી અપાતી પરંતુ કૃત્રિમ કેમિકલ વાળી ક્રીમો દ્વારા ટ્રીટમેન્ટ અપાતી હોય છે.🧖‍♀️ વાળ માટે મહિનામાં એક વાર હેર સ્પા કરાવવું ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. તેનાથી વાળ મુલાયમ, રેશમી, મજબૂત બને છે તેમજ ખોડો અને વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે. આટલું જ નહિ પરંતુ તમારા વાળ ડેમેજ થઇ ગયા હોય એટલે કે ફાટી ગયા હોય તો તેમાં પણ ફાયદાકારક સાબિત થાય છે. વાળને દરેક જાતના પોષક તત્વો વગેરે મળી રહે છે.

🧖‍♀️ હવે તમે બ્યુટી પાર્લરમાં હેર સ્પા કરાવવા જઈએ તેની ફી લગભગ ૧૫૦૦ રૂપિયાથી શરુ થાય છે. તો મિત્રો શા માટે આટલા બધા પૈસા કેમિકલ વાળી ક્રીમના ઉપયોગથી હેર સ્પા કરાવવામાં ખર્ચ કરવા જ્યારે તમે તે ઘરે પણ કરી શકતા હોવ. બસ તમારે થોડો સમય લાગશે પરંતુ ઘરે તમે જે હેર સ્પા કરશો તે ખૂબ જ અસરકારક સાબિત થશે. તો ચાલો જાણીએ આપણે કે કંઈ રીતે ઘરે જ પ્રાકૃતિક હેર સ્પા કરી શકીએ વાળમાં.

🧖‍♀️ આજે અમે તમને ઘરે હેર સ્પા કંઈ રીતે કરવું તે જણાવશું અને તે પણ  માત્ર પાંચ સરળ સ્ટેપમાં. જે તમારા પૈસા પણ બચાવશે અને તે તમારા વાળ માટે વધારે લાભદાયી પણ સાબિત થશે. તો હવે દર મહીને છોડો પાર્લરમાં હેર સ્પા કરાવી પૈસાનો વ્યય કરવાનું અને ઘરે જ કરો હેર સ્પા આ રીતે.

🧖‍♀️ પ્રાકૃતિક રીતે હેર સ્પા કરવાના સ્ટેપ્સ:- 🧖‍♀️

🧖‍♀️ સ્ટેપ 1    🧖‍♀️ હેર સ્પા કરવા માટેનું સૌથી પહેલું સ્ટેપ છે વાળની ત્વચા અને વાળની મસાજ કરવી. તમારા વાળની લંબાઈની માત્રામાં થોડું નારીયેલ તેલ લો અને તેને થોડું ગરમ કરો. હવે તે તેલને વાળની ત્વચામાં લગાવી વ્યવસ્થિત મસાજ કરો થોડી વાર માટે. લગભગ પાંચથી સાત મિનીટ સુધી તમારે મસાજ કરવાની રહેશે હળવા હાથે. આવું કરવાથી માથામાં બ્લડ સર્ક્યુલેશન વધશે જેના કારણે વાળ પણ વધશે.

🧖‍♀️ સ્ટેપ 2 🧖‍♀️  હવે બીજું સ્ટેપ છે વાળને થોડો ગરમ પાણીનો બાફ એટલે કે શેક આપવાનો છે. તેના માટે તમારે એક સ્વચ્છ ટૂવાલ લેવાનો છે. તેને ગરમ પાણીમાં બોળી તેનું પાણી નીચોવી લો. ત્યાર બાદ તે ટૂવાળને વાળમાં લપેટી લો. આવું કરવાથી વાળમાં લગાવેલું તેલ ઊંડે સુધી ઉતરશે અને વાળને પોષણ મળશે. આ રીતે ટૂવાલને પાંચથી છ મિનીટ વાળમાં લપેટાયેલો રહેવા દો.

🧖‍♀️ સ્ટેપ 3 🧖‍♀️     🧖‍♀️ ત્રીજું સ્ટેપ છે વાળને શેમ્પુથી ધોવા. ટૂવાલ હટાવી શેમ્પુથી વાળ ધોઈ લો. પરંતુ પાણી ઠંડુ જ વાપરવાનું છે.

🧖‍♀️ સ્ટેપ 4 🧖‍♀️   કંડીશનર લગાવો. પ્રાકૃતિક કંડીશનર વાપરવું હોય તો બીટને પીસીને તેની પેસ્ટ બનાવી લો અને તેમાં ગુલમહોરના પાંદડાનો પાવડર ઉમેરી તે પેસ્ટનો ઉપયોગ કંડીશનર તરીકે કરી શકો છો. જો તમારે પ્રાકૃતિક કંડીશનર ન બનાવવું હોય તો બજારમાં મળતા કંડીશનરનો પણ ઉપયોગ કરી શકો છો જે તમારા વાળમાં સુટ  કરે તે કંડીશનર. કંડીશનર લગાવ્યા બાત પાણીથી વાળ ધોઈ લો શેમ્પુનો ઉપયોગ ન કરવો.

🧖‍♀️ સ્ટેપ 5 🧖‍♀️  પાંચમું સ્ટેપ છે હેર માસ્ક. આ સ્ટેપ ખૂબ જ મહત્વનું છે. આ માસ્ક તમારે ઘરે જ બનાવવું અને તેનો ઉપયોગ કરવો. માસ્ક બનાવવા માટે એક કટોરીમાં બે ઈંડાની અંદરનો ભાગ લો. તેમાં એક ચમચી મધ અને ચાર ચમચી નારિયેળ તેલ નાખો. ત્યાર બાદ તેમાં અડધું કેળું ક્રશ કરીને નાખો. હવે આ મિશ્રણને બરાબર હલાવીને મિક્સ કરી લો. ત્યાર બાદ તેને વાળમાં લગાવી લો. હવે આ માસ્કને તમારે વીસ મિનીટ સુધી વાળમાં લગાવેલું રાખવાનું છે. વીસ મિનીટ લગાવ્યા બાદ વાળને ફરી શેમ્પુથી ઠંડા પાણી વડે ધોઈ લેવા.

🧖‍♀️ તો મિત્રો હવે આ પાંચ સ્ટેપમાં તમે સરળતાથી ઘરે જ પ્રાકૃતિક રીતે હેર સ્પા કરી શકો છો. તો હવે તમે પાર્લરમાં પૈસા ન ખર્ચ કરો પરંતુ ઘરે જ થોડો સમય કાઢી ખૂબ જ સરળતાથી એકદમ ઓછા ખર્ચે કરો હેર સ્પા જે તમારા વાળને આપશે પ્રાકૃતિક ચમક. અને દર મહીને આ પ્રક્રિયા દ્વારા હેર સ્પા કરવાથી તમારા વાળ સંપૂર્ણ સ્વસ્થ રહેશે અને સાથે સાથે સુંદર અને લાંબા પણ બનશે

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

 

2 thoughts on “પાર્લરમાં પૈસા ન ખર્ચો …  હેર સ્પા કરો હવે ઘરે જ પ્રાકૃતિક ઉપચારથી…  ઘર બેઠા બનાવો તમારા વાળ મુલાયમ, રેશમી, અને મજબૂત”

Leave a Comment