આ 5 રૂપિયાની ફટકડી કરશે તમારા નબળા વાળને ખુબ જ મજબુત અને એવા સિલ્કી કે તમારે કપાવવા પડશે.

1
33348
views

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💇 ફટકડી તમારા વાળને બનાવશે કાળા, લાંબા અને સિલ્કી, મોંઘા તેલ વાપરવાનું છોડો અને અપનાવો આ તેલ.. 💇

💇 મિત્રો દરેક સ્ત્રીની એવી ઈચ્છા હોય છે કે તેના વાળ કાળા, હેલ્ધી અને સિલ્કી હોય આ ઉપરાંત અમૂક મહિલાઓની તીવ્ર ઈચ્છા હોય છે કે તેના વાળ લાંબા હોય. તેના માટે તે કેટ કેટલીય હેર પ્રોડક્ટ્સ જેવી કે શેમ્પુ, તેલ, કંડીશનરનો ઉપયોગ કરતી હોય છે. પરંતુ ક્યારેક પરિણામ સાવ ઉલટું જ આવતું હોય છે કે વાળ સિલ્કી તો થયા પરંતુ વાળ ખરવા લાગ્યા તો, ક્યારેક વાળમાંથી ખોડો તો જતો રહ્યો પરંતુ વાળ ડ્રાય થઇ ગયા તો, અમૂક એવા કેમિકલ યુક્ત શેમ્પુ આવી જાય કે જેનો ઉપયોગ તમારા વાળને સાવ મૂળમાંથી નબળા બનાવી દે.

Image Source :

💇 તો મિત્રો જરા વિચાર કરો કે હેર પ્રોડક્ટ્સ પર આટલો ખર્ચો કરવા છતાં પણ જો કાઈ ફાયદો ન થતો હોય તેમજ ઉલટાનું નુંકશાન જ થતું હોય તો પછી તમારે તે પ્રોડક્ટ્સનો  ઉપયોગ બંધ કરી દેવો જોઈએ. હવે તમે વિચારો કે તેનો ઉપયોગ ન કરીએ તો શું ઉપયોગ કરવો તો જરા વિચારો કે પહેલાના સમયમાં કે જ્યારે શેમ્પુની કે કંડીશનરની શોધ થઈ ન હતી ત્યારે શું બધી સ્ત્રીઓના વાળ લાંબા, કાળાને સુંદર ન હતા ? હતા જ ને એટલું જ નહિ પરંતુ અત્યારની મહિલાની તૂલનામાં તે સ્ત્રીઓના વાળ વધારે સુંદર અને લાંબા હતા તેનું કારણ હતું.

💇 પ્રાકૃતિક ઉપચાર કે જેમાં એક પણ કેમિકલનો ઉપયોગ ન કરવામાં આવ્યો હોય. તો તેમાંથી જ એક ઉપાય આજે અમે જણાવવા જઇ રહ્યા છીએ, જેમાં તમે ખુબ જ સામાન્ય તમારા રસોઈ ઘરમાંથી સરળતાથી મળી રહે તેવી વસ્તુનો ઉપયોગ કરીને એક ઉપચાર જણાવવા જઇ રહ્યા છીએ. જે તમારા વાળને ખુબ જ સુંદર અને લાંબા બનાવશે. હા મિત્રો, ફટકડીનો ઉપચાર જણાવવા જઇ રહ્યા છીએ. તમે બે રૂપિયાની ફટકડી લેશો તો પણ ઘણી વખત થશે આ પ્રયોગ અને એક અઠવાડિયામાં તમને આ પ્રયોગના સારા પરિણામો જોવા મળશે.

Image Source :

💇 મિત્રો બજારમાં તમે બ્રાન્ડેડ અને કોઈ તેલ ખરીદો એટલે લગભગ 100 રૂપિયાથી નીચે તો નહિ જ આવે કે જે તમને ગેરેંટી આપતા હોય વાળ વધવાની કે કાળા થવાની પરંતુ તેમની ગેરેંટી પ્રમાણે તેનું કામ હોતું પણ નથી પરંતુ અમારું આજનું તેલ માત્ર પચાસ રૂપિયાની અંદર બની જશે કે જેના પરિણામ તમે ઉપયોગ કરશો એટલે તરત જ ખબર પડી જશે. તમારા વાળની દરેક સમસ્યા ધીમે ધીમે દૂર થવા લાગશે.

💇 ફટકડીના ઉપયોગથી બનતા તેલ માટે જોઈતી સામગ્રી:- 💇

👉 એક ચપટી ફટકડીનો પાવડર,

👉 બે ચમચી એલોવેરા જેલ,

👉 એક આદૂ પીસેલું,

👉 અડધો કપ એરંડિયાનું  તેલ.

Image Source :

💇 આ રીતે માત્ર ચાર વસ્તુના ઉપયોગથી તમે આ ઉપચાર બનાવી શકો છો જેમાં ફટકડીમાં એન્ટીબેક્ટેરીયલ અને પોટેશિયમના ગુણો રહેલા છે જે આપણા વાળને કાળા બનાવે છે. એલોવેરા તમારા વાળને પ્રાકૃતિક રીતે નરીશ કરશે. આદૂમાં જિન્જ્રોઇલ નામનું તત્વ રહેલું છે જે તમારા વાળને લાંબા બનાવવામાં મદદ કરશે તેમજ વાળ લાંબા થવાની સ્પીડ વધારશે. આ ઉપરાંત જો વાળ ફાટી જવાની સમસ્યા હોય તો તે પણ દૂર કરશે. એરંડિયાના તેલથી વાળનો વિકાસ થાય છે તે વાળને મજબૂત બનાવે છે. તો ચાલો જાણી લઈએ કે આ તેલ કંઈ રીતે બનાવવાનું છે.

💇 તેલ બનાવવાની રીત:- 💇

💇 સૌથી પહેલા તમારે આદૂને પીસીને તેની પેસ્ટ બનાવી લેવાની છે.

💇 પેસ્ટ બનાવ્યા બાદ એક બાઉલમાં તેલ લો.

💇 હવે તમે તેમાં આદૂની પેસ્ટ, એલોવેરા જેલ અને ફટકડી ઉમેરી દો.

💇 હવે બધું હલાવીને બરાબર રીતે મિક્સ કરી લો. એટલે તૈયાર છે તમારું તેલ.

Image Source :

💇 હવે તેને કોઈ એક એર ટાઈટ કન્ટેઇનરમાં ભરી દો અને રાખી દો. પરંતુ એક વાતનું ધ્યાન રાખવાનું છે આ તેલને તડકામાં નથી રાખવાનું. તેનાથી તેના ગુણો અને તત્વો નાશ પામે છે, માટે આ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમે અઠવાડિયામાં બે વાર આ તેલનો ઉપયોગ તમારા વાળમાં કરી શકો છો. તમને એક અઠવાડીયામાં જ તેનું સારું પરિણામ જોવા મળશે. તો વિચારો કે લાંબા સમયનો ઉપયોગ તમને કેટલું પરિણામ આપશે.

💇 મિત્રો આ તેલ તમારા વાળને ખુબ જ હેલ્ધી બનાવશે તેમજ  તમારા વાળનો ગ્રોથ વધારશે, તેને કાળા, સિલ્કી અને લાંબા બનાવશે કારણ કે આપણે બધી જ વસ્તુ તેના ફાયદાના હિસાબથી જ ઉમેરેલી છે. અને એકદમ કેમિકલ ફ્રી છે આ તેલ. વાળની સમસ્યાઓ માટે સંપૂર્ણ ઈલાજ છે તેવું કહીએ તો પણ ખોટું ન કેહવાય. કારણ કે આ પ્રયોગ તમારા વાળની લગભગ દરેક સમસ્યાને દૂર કરી તમારા વાળને બનાવશે સૂંદર અને મજબૂત.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here