બેજાન, ટૂંકા, ડ્રાય અને ફાટેલા વાળ માટે મોંઘા ખર્ચા કરવાની જરૂર નથી .. ઘર બેઠા કરો આ ૩ યોગાસનો જે આપશે અદ્ભુત પરિણામ

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 આ ત્રણ યોગાસન દ્વારા તમારા વાળને બનાવો સુંદર… 💁

💆 મિત્રો દરેક લોકો એવું ઈચ્છતા હોય છે કે તેના વાળ ખુબ જ સુંદર હોય. તેના માટે અઢળક ઉપચારો અને સલાહો ભેગી કરીને જ્યારે સમય મળે ત્યારે તેને અજમાવતા હોય છે. ઘરેલું ઉપચાર દ્વારા વાળને સુંદર બનાવી શકાય છે તેમાં કોઈ શક નથી. પરંતુ મિત્રો તે ઘરેલું ઉપચાર આપણે સમયના અભાવના કારણે નિયમિત રીતે અપનાવી શકતા નથી. તેથી આપણા વાળની સ્થિતિમાં કોઈ સુધાર આવતો નથી.Image Source :

💆 મિત્રો જ્યારે પણ આપણે અરીસા સામે ઉભા હોઈએ ખાસ કરીને સ્ત્રીઓ તો પોતાના ચહેરાની સાથે સાથે આપણું ધ્યાન આપણા વાળ પર જશે.  જો આપણા વાળ બેજાન, ટૂંકા, ડ્રાય અને ફાટેલા હોય તેમજ સવારે તમે વાળ ઓળાવો ત્યારે તમારા કાંસકામાં ઘણા બધા વાળ આવતા હોય એટલે કે સામાન્ય કરતા વધારે વાળ ખરતા હોય. વાળ સાવ નબળા પડી ગયા હોય તો ક્યાંકને ક્યાંક તમે ચિંતાનો શિકાર બનશો તમારા વાળને લઈને અને જે ચિંતાને કારણે તમારી વાળ સંબંધી સમસ્યા ખુબ જ વધતી જશે.

💆 તો મિત્રો હવે વાળની સમસ્યાનું ટેન્શન છોડો કારણ કે આજે અમે તેના માટે કોઈ ઘરેલું ઉપચાર નથી લાવ્યા પરંતુ એવા ત્રણ યોગાસન લાવ્યા છીએ જે તમારા વાળને બનાવશે મજબૂત અને હેલ્ધી. તો હવે તમારી પાસે ઘરેલું ઉપચાર માટેનો સમય નથી તો કાઈ જ વાંધો નહિ કારણ કે તમે નિયમિત થોડો સમય કાઢીને આ ત્રણ યોગાસન કરશો તો પણ તમારા વાળ મજબૂત અને સુંદર બનશે. તો ચાલો જાણીએ વાળ માટે વરદાન સ્વરૂપ એવા ત્રણ યોગાસન વિશેની માહિતી.Image Source :

👩‍🏫 મિત્રો તમે એવું તો સાંભળ્યું હશે કે યોગાસન આપણા શરીરને એકદમ ફીટ રાખે છે. તેમજ ત્વચા સંબંધી બીમારીઓ હોય તે પણ દૂર કરે છે. આપણું બ્લડ સર્ક્યુલેશન અસરકારક રીતે વર્ક કરવા લાગે છે. આપણી પાચનક્રિયા પણ સક્રિય રહે છે. પરંતુ શું તમે જાણો છો કે તેને કરવાથી તમારા વાળ પર પણ તેની સકારાત્મક અસર પડે છે. ખાસ કરીને એવા યોગા કરવામાં આવે જે વાળની હેલ્થને વધારે સબળ બનાવે છે તો વાત જ કંઈક અલગ થઇ જાય. મિત્રો આ યોગાસનની જો તમે રોજ પ્રક્ટીસ કરશો તો તેનું સકારાત્મક પરિણામ જોવા મળશે તમારા વાળ માટે. આ રીતે યોગ કરવાથી વાળ હેલ્ધી રહેશે, સારા દેખાશે આ ઉપરાંત ગ્રોથ પણ વધશે અને લાંબા પણ થશે.

👩‍🏫 સર્વપ્રથમ યોગ છે વજ્રાસન. હા મિત્રો આ યોગાસન કરવાથી ફાયદો થશે અને આ એકમાત્ર એવું યોગાસન છે કે જેને તમે જમ્યા બાદ કરી શકો છો. સ્થિતિ :-સર્વપ્રથમ જમીન પર બેસી જાવ. બંને પગને ગોઠણથી વાળી પાછળ જવા દો અને પગની પાનીઓ પર બેસી જાવ હવે તમારે કમરથી ટટ્ટાર સીધું બેસવાનું છે અને ધીમે ધીમે શ્વાસ લેવાના છે અને છોડવાના છે. જમ્યા બાદ  દસ મિનીટ સુધી આ આસન કરવાનું રહેશે.Image Source :

👩‍🏫 બીજું આસન છે પવનમુક્તાસન. આ આસન કરવા માટે જમીન પર પીઠના બળ પર સીધા સૂઈ જાવ. હવે તમારા પગને ગોઠણથી વાળીને બંને હાથની મદદથી તેને છાતી પાસે લાવો અને તમારું માથું ગોઠણને સ્પર્શ કરાવો. દશ સેકંડ સુધી આ સ્થિતિમાં રહો અને ત્યાર બાદ ફરી પાછી પહેલી મુદ્રા પર આવી જાવ જમીન પર અને સીધા સુઈ જાવ. આવું તમારે નિયમિત ત્રણ વાર આ રીતે કરવાનું રહેશે.   

👩‍🏫 ત્રીજું આસન છે ગ્રે હેર યોગ. મિત્રો આ યોગ જાણ્યા બાદ તમને એવું લાગશે કે ખરેખર આ યોગ તો આપણે કોઈ પાસેથી સાંભળેલો છે. અને તમે દિવસમાં ગમે ત્યારે કરી શકો છો આ યોગથી વાળ તો વધે છે પરંતુ સમય પહેલા સફેદ નથી થતા.Image Source :

🧖‍♀️ મિત્રો આ યોગમાં તમારે એક હાથના નખને બીજા હાથના નાખ સાથે પાંચ મિનીટ ઘસવાના છે. આ રીતે રોજ પાંચ મિનીટ કરવાથી લાંબા સમયે જરૂર ફાયદો થશે. મિત્રો કોઈ લોકોને આ રમત વાત લાગતી હોય પરંતુ તેની પાછળ એક વૈજ્ઞાનિક કારણ રહેલું છે. ઘણા એક્યુપેસર પોઈન્ટ એવા છે કે તેની અસર અન્ય અંગો પર પણ જોવા મળે છે તેવી જ રીતે નખનું છે. તમે જ્યારે નખ ઘસો ત્યારે તમારા વાળના મૂળમાં બ્લડ સર્ક્યુલેસન વધે છે જેથી વાળ વધે છે. કારણ કે આ પ્રક્રિયામાં તમે વાળને સ્પર્શ કર્યા વગર વાળની મસાજ કરો છો તેવું પરિણામ મળે છે.

🧖‍♀️ મિત્રો આ હતા ત્રણ ખુબ જ સરળ યોગાસન જેનો તમે નિયમિત રીતે ઉપયોગ કરશો તો તમારા વાળની હેલ્થ સારી રહેશે. હવે તમને એમ થાય કે વાળનું કનેક્શન યોગા સાથે કઈ રીતે હોય તો એક વસ્તુ જાણી લો કે કોઈ પણ વ્યક્તિના વાળ ખરાબ થવા માટે છે ચિંતા, અયોગ્ય પાચનક્રિયા, શરીરમાં થતા હોર્મોન્સ વગેરે બાબતો જવાબદાર  છે. તો મિત્રો જો તમે આ યોગાસન કરશો તો તમારા શરીરમાં હોર્મંસ બેલેન્સ થશે, ચિંતા દૂર થશે, મસ્તિસ્ક સુધી ઓક્સિજન પહોંચશે, બ્લડ સરક્યુંલેશન વધશે, પાચનક્રિયા સુધારશે જેના કારણે તમારા વાળ પણ હેલ્ધી રહેશે. તો તમારી બીઝી લાઈફમાંથી માત્ર પંદર મિનીટ જેટલો સમય કાઢી કરો આ ત્રણ વસ્તુનો અભ્યાસ અને પછી જૂઓ તેનાથી થતા વાળના લાભો. લાંબો સમય લાગશે પરંતુ ફાયદો જરૂર થશે.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment